પ્રિયંકા ચોપડાને તેની માતા મધુ ચોપડા જેટલા જ તેની સાસુ સાથે સંબંધ બનાવી લીધા છે.લગ્ન દરમિયાન પણ પ્રિયંકા તેની સાસુ સાથે મસ્તી કરતી નજરે ચડી હતી. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડીયમ પણ ફોટો શેર કર્યા હતા. જેમાં સાફ દેખાય છેકે બન્ને વચ્ચે કેટલું બોન્ડિંગ છે. ત્યારે પ્રિયંકાએ તેના સાસુના જન્મદિવસે ખાસ મેસેજ લખ્યો છે. પ્રિયંકાની આ પોસ્ટ જોઈને કહી શકાય કે પ્રિયંકા તેઈ સાસુને કેટલો પ્રેમ કરે છે.
પ્રિયંકા ચોપરાએ તેની સાસુ અને નિક જોનાસ સાથેનો એક ફોટો શેર કર્યો છે. જેમાં પ્રિયંકાએ એક ખુબસુરત મેસેજ લખ્યો છે. પ્રિયંકાએ મેસેજમાં લખ્યું છે કે,’સાસુ માં તમને જન્મદિવસની ઘણી શુભેચ્છા. હું તમને બહુજ પ્રેમ કરું છું. આજનો દિવસ આપણા માટે સૌથી સારો દિવસ રહે.
ડેનિસ જોનાસએ પ્રિયંકા અને નિકના રિસેપશનમાં ભારતીય ડ્રેસ પહેર્યો હતો.પ્રિયંકાની સાસુના કપડાં સિવાય તેની ગિફ્ટ પણ ચર્ચામાં રહી છે. ડેનિસે લગ્ન બાદ પ્રિયંકાને એક હીરાના ઈયરરિંગ્સ ગિફ્ટ કર્યા હતા. જેની કિંમત 79,500 ડોલર એટલે કે 55.46 લાખ રૂપિયા હતી.
સાસુના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવાની સાથે જ પ્રિયંકાએ તેના ભાઈના જન્મદિવસ પર નિક સાથે એક ફોટો શેર કરી હતી. ભાઈને જન્મદિવસની શુભેચ્છા આપતા લખ્યું હતું કે, હેપ્પી 30 સીડ. તને આટલો સારો માણસ જોઈને બહુજ સારું લાગે છે.
થોડા દિવસ પહેલા પ્રિયંકાની માં મધુ ચોપડાએ પણ સિદ્ધાર્થના નાનપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
Happy Birthday my dearest son Siddharth. Be Blessed always!!! pic.twitter.com/523VPnnd2F
— madhu chopra (@madhuchopra) July 12, 2019
18 જુલાઈના પ્રિયંકા તેના બર્થડે લઈને પણ ઘણી ઉત્સાહિત છે.લગ્ન બાદ પ્રિયંકાનો આ પહેલો બર્થડે છે. તેથી આ બર્થડે ઘણી સ્પેશિયલ હશે. એટલું જ નહીં પ્રિયંકાની માં પણ આ બર્થડે ને લઈને ઘણી ઉત્સાહિત છે.
મધુ ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા સાથેનો ફોટો શેર કરી લખ્યું હતું કે, બર્થડે બમ્પ્સ……. કમિંગ સુન
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks