પૈસા કમાવવા માટે પ્રિયંકા ચોપડા હવે ઓનલાઇન વેચી રહી છે વાસણ, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે

ઇન્ટરનેશનલ સેલિબ્રિટી પ્રિયંકા ચોપરાએ ચાલુ કર્યો નવો ધંધો: વાસણો, નેપ્કિનનો ભાવ સાંભળીને મગજના તાર હલી જશે

બોલિવુડના કલાકારો હામેહસા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ઘણા કલાકારો એવા છે જે અભિનય ઉપરાંત બીજા વ્યવસાય પણ કરતા હોય છે. ઘણા હોટેલના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો ઘણા ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય છે, ત્યારે હાલમાં જ બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ પણ પોતાના નવા વ્યવસાયની શરૂઆત કરી છે.

પ્રિયંકા ચોપરા આજના સમયમાં ગ્લોબલ સ્ટાર છે. તેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. પરંતુ પ્રિયંકા ચોપરા માત્ર અભિનય સુધી જ સીમિત રહેવા માંગતી નથી, તેણે પોતાની કેટલીક રેસ્ટોરાં પણ ખોલી છે, જેનું નામ ‘સોના’ છે. પરંતુ હવે પ્રિયંકાએ બીજું કામ શરૂ કર્યું છે, જેના માટે તે ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે.

તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ તેની નવી ભારતીય હોમવેર લાઇનઅપ લોન્ચ કરી, જેનું નામ સોના હોમ છે. તેની પોસ્ટમાં, પ્રિયંકા ચોપરાએ એક હૃદયસ્પર્શી સંદેશ શેર કર્યો કે કેવી રીતે બ્રાન્ડ તેને તેના બીજા ઘર અમેરિકામાં ‘ભારતનો એક ટુકડો’ લાવવામાં મદદ કરશે. જોકે, લોન્ચ થયાના થોડા દિવસો બાદ સોના હોમને તેની મોંઘી પ્રોડક્ટ્સને કારણે ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો પ્રિયંકા ચોપરાને પણ ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

સોના હોમ બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર ટેબલ ક્લોથની કિંમત 30,612 રૂપિયા છે. ચાર ડિનર નેપકીનના સેટની કિંમત 13,284 રૂપિયા છે. ડિનર સેટની કિંમત 4,733 રૂપિયા, સર્વિંગ બાઉલની કિંમત 7,732 રૂપિયા, ચાના કપ અને રકાબીની કિંમત 5,365 રૂપિયા અને એક મગની કિંમત 3,471 રૂપિયા છે. પ્રિયંકા ચોપરાના આ કલેક્શનની કિંમત સાંભળીને હવે લોકો હેરાન થઈ ગયા છે. કેટલાક લોકોએ અભિનેત્રીની મજાક પણ ઉડાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેને તાજેતરમાં રુસો અભિનીત તેની પ્રથમ વેબ સિરીઝ ‘સિટાડેલ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ સિવાય તેની પાસે ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ પણ છે. તે છેલ્લે ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળ્યો હતો. પ્રિયંકા પાસે હવે ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’ કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે પાઇપલાઇનમાં છે.

Niraj Patel