મનોરંજન

પ્રિયંકા ચોપડાએ આ રીતે કર્યું પોતાની જેઠાણીને બર્થ ડે વિશ, સુંદરતામાં પોતાની દેરાણીને ટક્કર આપે છે નિકની ભાભી

OMG આટલી સુંદર છે નીકળી ભાભી, 10 તસ્વીરો જોઈને પ્રિયંકા ફિક્કી લાગશે

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. પોતાના પરિવારની દરેક નાની મોટી ખુશીઓ પણ તે શેર કરતી જોવા મળે છે. આ બધા વચ્ચે જ તેને પોતાની જેઠાણી ડેનિયલ જોનાસને જન્મ દિવસની શુભકામનાઓ આપી.

Image Source

ડેનિયલને 34મોં જન્મ દિવસ વિશ કરતા પ્રિયંકાએ તેની સાથેની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ શેર કરી છે. આ તસ્વીરમાં દેરાણી-જેઠાણી સફેદ રંગના ગાઉન પહેરેલા નજર આવે છે. પ્રિયંકાએ લખ્યું છે: “હેપ્પી બર્થ ડે ડેનિયલ, તમને પ્રેમ અને ખુશીઓ હંમેશા મળતી રહે. પ્રિયંકા અને તેની જેઠાણી વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ છે.

ડેનિયલ પ્રિયંકાના પતિ નિક જોનાસના મોટાભાઈ કેવિન જોનાસની પત્ની છે. ડેનિયલ રિયાલિટી શોમાં કામ કરી ચુકી છે. તે અભિનેત્રી છે અને શો પણ હોસ્ટ કરે છે.

Image Source

પ્રિયંકાની જેઠાણીએ હેયર ડ્રેસિંગની રીતે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ડેનિયલનો પતિ કેવિન પણ પરિવારના બીજા સદસ્યોની જેમ ગાયક અને અભિનેતા છે.

Image Source

વાત જો પ્રિયંકાના સાસરીની કરીએ તો તેનો પરિવાર ખુબ જ મોટો છે. તેમાં સાસુ સસરા, જેઠ જેઠાણી, નિકના 3 ભાઈ ભાભી અને એક દિયર અને ભત્રીજા છે.

Image Source

તો નિકનો મોટો ભાઈ કેવિન અમેરિકન સંગીતકાર છે અને કેટલીક અમેરિકી ફિલ્મોમાં અભિનય પણ કરી ચુક્યો છે. આ ઉપરાંત નિકનો બીજો એક ભાઈ જો જોનાસ પણ અમેરિકામાં પ્રખ્યાત ગાયક છે. તો ત્રીજો ભાઈ ફ્રેન્કી લાઇમ લાઇટથી દૂર રહે છે.

Image Source

પ્રિયંકાએ હાલમાં પોતાના પતિ નિક સાથે રક રોમાન્ટિક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં તે બંને એક કારમાં બેઠેલા નજર આવી રહ્યા છે અને પ્રિયંકાએ પોતાનું માથું નિકના ખભા ઉપર ઢાળી દીધું છે.

Image Source

પ્રિયંકા અને નિક જોનાસે 1 અને 2 ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં રોયલ વેડિંગ કર્યા હતા. બંનેના લગ્ન હિન્દૂ અને ક્રિશ્ચિયન રીતિ રિવાજો સાથે થયા હતા.

Image Source

પ્રિયંકા છેલ્લે “ધ સ્કાઈ ઇસ પિંક”માં નજર આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને જાયર વસીમ મુખ્ય ભૂમિકામાં હતા. હાલમાં પ્રિયંકા પાસે કોઈ બૉલીવુડ ફિલ્મની ઓફર નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.