હીરા જડિત હાર દેખાડવા માટે બ્રાલેસ લુકમાં જોવા મળી પ્રિયંકા ચોપરા, માં બન્યા બાદ બની વધુ બોલ્ડ

માતા બન્યા પછી પ્રિયંકા ચોપરા વધુ બોલ્ડ થઇ ગઈ છે, બ્રા પહેર્યા વગર જ એવો ડ્રેસ પહેરીને ઉપડી કે તસવીરો જોઈને ગલીપચી થઇ જશે

પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. જેના બાદ પ્રિયંકાએ ક્યારેય પાછું વળી જોયું નથી અને તરક્કીની સીડીઓ ચઢતી રહી છે. પ્રિયંકા મોસ્ટ ફેમસ અભિનેત્રીઓમાંની એક છે અને આજે તે ગ્લોબલ સ્ટારના રૂપે પોતાની ઓળખ બનાવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)

એક દીકરીની માં બની ચુકેલી પ્રિયંકા પોતાના પતિ સાથે વિદેશમાં રહે છે. જો કે તે કામને લઇને ભારત આવતી જતી રહે છે. એવામાં તાજેતરમાં પ્રિયંકાની અમુક તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ધુમ ચાવી રહી છે. હાલના સમયમાં પ્રિયંકા પેરિસમાં છે જ્યાનો તેનો શાનદાર લુક સામે આવ્યો છે. પેરિસના બુલ્ગારી ઇવેન્ટમાં પ્રિયંકા રફલ ડિટેલ્સ વાળું બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉન પહેરીને પહોંચી હતી અને હંમેશાની જેમ તેનો કિલર અંદાજ ત્યાં હાજર દરેક લોકોનું અટેંશન લઇ રહ્યો હતો

જણાવી દઈએ કે આ ફેમસ જવેલરી બ્રાન્ડના કુલ ચાર બ્રાન્ડ એમ્બેસ્ડર છે જેમાંની એક પ્રિયંકા ચોપરા છે. પ્રિયંકા ચોપરાએ આ આઉટફિટ સાથે વાળમાં બન બનાવી રાખ્યો હતો અને લાઈટ મેકઅપ પણ કર્યો હતો. આ આઉટફિટમાં પ્રિયંકા ખુબ જ બોલ્ડ દેખાઈ રહી હતી.જો કે આ બધામાં લોકોનું ધ્યાન તેણે પહેરેલા હીરા જડિત હાર પર કેન્દ્રિત થયું હતું.પ્રિયંકાએ ગળામાં વ્હાઇટ અને ગ્રીન હીરા જડિત હાર પહેર્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હીરાના હારને ફ્લોન્ટ કરવા માટે પ્રિયંકાનો આઉટફિટ આગળથી ડીપનેક ડિઝાઇનમાં રાખવામાં આવ્યો હતો.

પ્રિયંકાનો આ આઉટફિટ લંડનના એક ડિઝાઈનર રોબર્ટ વુન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. જેણે પ્રિયંકાની આ ડ્રેસમાં તસવીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.પ્રિયંકાને આ ખાસ ઇવેન્ટ માટે લૉ રોચ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.વીડિયોમાં પ્રિયંકા ચાહકોની સામે ફ્લાઈંગ કિસ આપતી અને સ્માઈલ આપતી દેખાઈ રહી છે.પ્રિયંકાનો આ લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. ચાહકોએ તેના આ લુક પર ‘આમને જ પરફેક્શન કહેવાય છે’, ‘તે ક્વિન છે’, ‘તું માથાથી લઈને પગ સુધી ખુબ જ સુંદર છે’ વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)

Krishna Patel