મનોરંજન

‘યે રિશ્તા ક્યાં કેહલતા હૈં’ ની આ અભિનેત્રીએ શેર કરી દીકરાની તસવીર, રાખ્યું આ નામ

સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારો લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યાં કેહલતા હૈં’ની અભિનેત્રી પ્રિયંકા કલંતરીએ 24 જુલાઈના રોજ દીકરાને જન્મ આપ્યો હતો.

એવામાં 5 ઓગસ્ટના રોજ અભિનેતા અને પ્રિયંકાના પતિ વિકાસ કલંતરીએ દીકરા સાથેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.તવસીરને પોસ્ટ કરતા તેઓએ પોતાના દીકરાના નામની પણ જાણકારી આપી હતી.

જણાવી દઈએ કે તેઓએ પોતાના લાડલા દીકરાનું નામ ‘વિહાન કલંતરી’ રાખ્યું છે.વિકાસે પોતાના દીકરાને ખોળામાં લઈને તસવીર પોસ્ટ કરતા લખ્યું કે-ગુડ મોર્નિંગ.વિહાન કલંતરીનું સવાગત કરો અને તેનો અર્થ છે નવો દિવસ કે નવા યુગની શરૂઆત”.

જેવી જ વિકાસના દીકરાની પહેલી તસવીર મીડિયા પર શેર કરવામાં આવી કે તેના પછી દરેક કોઈની ક્યૂટ કમેન્ટ્સ આવવાની શરૂ થઇ ગઈ છે અને

તેઓની તસવીરને ફૈન્સ દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે.પ્રિયંકા અને વિકાસે દીકરા વિહાનનાં નામથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવી નાખ્યું છે જેથી તેના ફૈન્સને પોતાના દીકરા વિશે અપડેટ મળતી રહે.

વિકાસની આ પોસ્ટ કર કમેન્ટ કરતા અભિનેત્રી હિના ખાને લખ્યું કે,’વિહાન આ સુંદર દુનિયામાં તારું સ્વાગત છે”.હીના ખાનના કમેન્ટ પર રિપ્લાઈ કરતા વિકાસે તેનો આભાર માન્યો છે.

આ સિવાય નાગિન સિરિયલની અભિનેત્રી અનિતા હસનંદાનીએ પણ તસ્વીર પર કમેન્ટ કરતા દિલવાળી ઈમોજી પોસ્ટ કરી હતી જયારે કરનવીર બોહરાએ પોસ્ટ પર લખ્યું કે,’ઓમ નમઃ શિવાય”.

પ્રિયંકાએ પણ દીકરા સાથેની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે,”પહેલી નજરનો પ્રેમ.મારા દીકરા વિહાનના જન્મ પછી તેને ખોળામાં લેવાની આ પહેલી તસવીર છે.હું તેને મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધી માનું છું.હું આ ક્ષણ માટે ભગવાનનો આભાર વ્યક્ત કરું છું. મારા જીવનની સૌથી સુંદર ક્ષણ”.

જણાવી દઈએ પ્રિયંકા અને વિકાસે વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા.પ્રિયંકા યે રિશ્તા ક્યાં કેહલતા હૈં ના સિવાય પલકોં કી છાવ મૈં અને રંગ બદલતી ઓઢણી માં પણ કામ કરી ચુકી છે.જ્યારે વિકાસ નઈ પડોસન અને પ્યાર જીંદગી હૈં જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન ફેબ્રુઆરી 2012માં થયા હતા. લગ્નના 7 વર્ષ પછી પ્રિયંકા અને વિકાસના ઘરે બાળકનો જન્મ થયો છે. પ્રિયંકાએ રંગ બદલતી ઓઢણી, પલકોં કી છાંવ વગેરે જેવી સીરિયલોમાં પણ કામ કર્યું છે.

પ્રિયંકાનો પતિ ‘નકાબ’ અને ‘નઈ પડોસન’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. પ્રિયંકાની ફેન ફોલોઈંગ ખુબ જ છે. પ્રિયંકાએ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આયુષ અગ્રવાલની બહેનનું પાત્ર ભજવ્યું હતું.

આ સિવાય એક્ટ્રેસ ‘રંગ બદલતી ઓઢણી’ સીરિયલમાં પણ જોવા મળી છે. જણાવી દઈએ કે, આ પ્રિયંકા અને વિકાસનું પ્રથમ બાળક છે.