અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર અમુક દિવસો પહેલા જ રિલીઝ થયું છે, જેને દર્શકોએ ખુબ પસંદ કર્યું છે.
આ ફિલ્મ માટે પ્રિયંકાએ સલમાનની ફિલ્મ ‘ભારત’ની ઓફર સ્વીકારી ન હતી. જેના પછી ફિલ્મમાં કૈટરીનાને કાસ્ટ કરવામાં આવી હતી. સલમાને ફિલ્મના પ્રમોશનના સમયે પ્રિયંકાના વિરોધમાં ઘણું બધું કહ્યું હતું.
એવામાં પહેલી વાર પ્રિયંકાનું સલમાન સાથેના વિવાદ પર મંતવ્ય આપ્યું છે. પ્રિયંકાએ કહ્યું કે તેને સલમાન સાથે કોઈ જ સમસ્યા નથી. પ્રિયંકાએ સલમાનને એક સારો વ્યક્તિ પણ જણાવ્યો છે. પ્રિયંકાએ કહ્યું કે,”જો મને કોઈપણ બાબત પર પ્રતિક્રિયા આપવી હોત તો, ક્યારની આપી દીધી હોત”.

”સલમાન એક સારા વ્યક્તિ છે. હું હંમેશા તેની પ્રશંસા કરું છું. તે મારા રીશેપ્શનમાં પણ શામિલ થયા હતા, અમે તેના ઘરે ગયા હતા, હું તેની બહેન અર્પિતા ખાનની પણ ખુબ નજીક છું. અમારી વચ્ચે સમસ્યા જેવું કંઈપણ નથી”. જણાવી દઈએ કે પ્રિયંકા પોતાની ફિલ્મના પ્રમોશન માટે માધુરી દીક્ષિતના રિયાલિટી શો ‘ડાંસ કે દીવાને’ના ફિનાલેમાં પહોંચશે.

આ દરમિયાન સલમાન ખાનની એન્ટ્રી પણ થશે, તે બિગ બોસ-13 ના પ્રમોશન માટે આવશે. એક જ મંચ પર સલમાન-પ્રિયંકા મળશે કે નહિ તેની કોઈ જાણકારી નથી. ધ સ્કાઈ ઇઝ પિંકમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ જોવા મળશે.
ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ શકે તેમ છે. આ સિવાય પ્રિયંકાએ તાજેતરમાં જ ‘દ વ્હાઇટ ટાઇગર’ નામની એક વેબ સિરીઝ પણ સાઈન કરી છે. આ સિરીઝમાં તે રાજકુમાર રાવની સાથે જોવા માલશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.