જુઓ પ્રિયંકા ચોપરાના રેસ્ટોરન્ટ “SONA”ની તસવીરો, ઢોંસાથી લઇને પકોડા સુધી બધુ જ

પ્રિયંકાના રેસ્ટોરન્ટમાં શું શું મળે છે ? “સોના”માં સાઉથથી લઇને નોર્થ સુધનો તડકો

બોલિવુડથી લઇને હોલિવડ સુધી પોતાના અભિનયનો ડંકો વગાડનારી અભિનેત્રી અને બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અવાર નવાર કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે હાલ પ્રિયંકા ન્યુયોર્કમાં તેના નવા રેસ્ટોરન્ટ SONAને લઇને ચર્ચામાં છેે.

પ્રિયંકાએ ન્યુયોર્કમાં ભારતીય રેસ્ટોરન્ટ ખોલી દીધુ છે, જેનું નામ તેણે “સોના” રાખ્યુ છે. અભનેત્રીએ SONAની અંદરની તસવીરો શેર કરી છે તેમજ સોનાના ઇન્સ્ટાગ્રામ એકઉન્ટ પર પણ કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Melissa Bowers (@mabowersinc)

પ્રિયંકા ચોપરાના રેસ્ટોરન્ટમાં ભારતના અલગ અલગ પ્રદેશોનું મશહૂર ફૂડ પરોસવામાં આવી રહ્યુ છે. અભિનેત્રીએ રેસ્ટોરન્ટની કેટલીક અંદરની તસવીરોની ઝલક બતાવી છે.

 

View this post on Instagram

 

A post shared by SONA (@sonanewyork)

પ્રિયંકાએ તેના રેસ્ટોરન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં જોવા મળી રહ્યુ છે કે, રેસ્ટોરન્ટમાં આવનારને સાઉથ ઇંડિયાનો ફેમસ ઢોંસો પરોસવામાં આવી રહ્યો છે. આ સાથે જ પકોડા અને નાન પણ જોવા મળી રહી છે.

પ્રિયંકાએ અલગ અલગ દ્રશ્યો દેખાડતા તમામ વ્યંજનોના તસવીર શેર કરી છે. અહીં ભારતના મશહૂર વ્યંજન જોવા મળી રહ્યા છે. વિદેશમાં હાજર લોકો તેમનું પસંદગીતુ વ્યંજન લઇ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Melissa Bowers (@mabowersinc)

પ્રિયંકાના રેસ્ટોરન્ટ સોનાના મેનુમાં દહીં-કચોરી, કુલ્ચા, કોફ્તા કોરમા, ફિશ કરી, બટર ચિકન સહિત અનેક વાનગીઓ સામેલ છે. પ્રિયંકા ચોપરાએ તસવીર શેર કરતા કેપ્શન લખ્યુ છે કે, મશહૂર ભારતીય ભોજન માટે જે ચાહત હતી તે હવે પ્રેમમાં બદલાઇ ગઇ છે. હું તમારા બધાનું અહીં સ્વાગત કરુ છું અને અહીં ન્યુયોર્કમાં ભારતનો અહેસાસ કરાવવાની રાહ જોઇ નથી શકતી.

 

View this post on Instagram

 

A post shared by Melissa Bowers (@mabowersinc)

તમને જણાવી દઇએ કે, પ્રિયંકા અને તેના પતિ નિક જોનસે રેસ્ટોરન્ટની શરૂઆત પૂજા સાથે કરી હતી. આ તસવીરોથી સ્પષ્ટ જણાઇ રહ્યુ હતુ કે, અભિનેત્રી ભલે અમેરિકામાં છે પરંતુ તેણે ભારતીય પૂજા પદ્ધતિને અપનાવેલી છે.

 

View this post on Instagram

 

A post shared by SONA (@sonanewyork)

Shah Jina