મનોરંજન

પ્રિયંકા ચોપરાએ પતિ નિક અને તેમના ભાઈઓનું ડોક્યુમેન્ટ્રી જોઈ, પ્રિયંકાની પતિ સંગ તસ્વીરો થઇ વાયરલ

ઘરવાળાના ભાઈઓની ડોક્યુમેન્ટ્રી જોવા ગયેલી પ્રિયંકાએ આવા ખુલ્લા કપડાં પહેર્યા, લોકો 7 તસ્વીરો જોતા જ રહી ગયા

પ્રિયંકા ચોપરા કોઈને કોઈ કારણોસર ચચાઓમાં જ હે છે. તાજેતરમા જ રાજનીતિમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરીને તે ચર્ચાઓમાં જ હતી ત્યારે ફરી એકવાર તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનાસ સાથે જોનાસ બ્રધર્સની ડોક્યુમેન્ટ્રી ચેઝિંગ ધ હેપ્પીનેસના પ્રીમિયર પર પહોંચી હતી જ્યાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આ તસ્વીરોમાં પ્રિયંકા ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે. આ ડોક્યુમેન્ટ્રીનું પ્રીમિયર લોસ એન્જેલસમાં રાખવામાં આવ્યું હતું.

આ ડોક્યુમેન્ટ્રીના પ્રીમિયરમાં પ્રિયંકા અને નિક સાથે જો જોનાસ અને તેમની પત્ની સોફી ટર્નર અને કેવિન જોનાસ સાથે તેમની પત્ની ડેનિયલ પણ જોવા મળ્યા હતા. આ પ્રસંગે પ્રિયંકા બ્લેક થાઈ-હાઈ સ્લીટ ગાઉનમાં જોવા મળી. આ પ્રસંગે પ્રિયંકાએ બ્લેક ડ્રેસની સાથે બ્લેક હિલ્સ પણ પહેર્યા હતા અને આમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જેમાં તેનો લૂક ખૂબ જ અલગ અને આકર્ષક જોવા મળ્યો હતો. જયારે નિકે ડાર્ક બ્રાઉન સૂટ પહેર્યો હતો.

Image Source

આ દરમ્યાન પ્રિયંકા અને નિક વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી પણ જોવા મળી. પ્રિયંકા નિક, જો સોફી અને કેવિન ડેનિયલે આ દરમ્યાન રોમેન્ટિક અંદાજમાં પોઝ પણ આપ્યા હતા. જણાવી દઈએ કે આ ડોક્યુમેન્ટ્રી જોનાસ બ્રધર્સની ડિઝની બોયસથી લઈને તેમના બેન્ડ તૂટવા અને ફરીથી સાથે આવવા સુધીની બધી જ ઘટનાઓને દર્શાવશે.

Image Source

ડિઝની ચેનલ પર કામ કર્યા પછી જોનાસ બ્રધર્સે એક રોકબેન્ડ બનાવ્યું હતું અને એ પણ વર્ષ 2013માં તૂટી ગયું અને હવે ફરીથી સાથે આવ્યા છે. તો આ આખી જર્ની આ ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવવામાં આવી છે.

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ હાલમાં જ એક વાતચીત દરમ્યાન નિવેદન આપ્યું હતું કે તે ફિલ્મોમાં મળેલી સફળતા બાદ રાજનીતિના રસ્તે ચાલવા તરફ છે. તેની એવી પણ ઈચ્છા છે કે તેમના પતિ નિક જોનાસ અમેરિકાના રાષ્ટ્રપતિ બને, એટલા માટે એ ઈચ્છે છે કે તેમના પતિ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લે અને વિજેતા બને.