10 વર્ષ નાના પતિ સાથે ઇવેન્ટમાં પહોંચેલી પ્રિયંકા ચોપરા થઇ Oops મોમેન્ટનો શિકાર, બ્રા પહેર્યા વગર આવી, આવી રીતે હાથથી ઠીક કરતી આવી નજર

બ્રા વગરનો ડ્રેસ પહેર્યો તો વારંવાર ખસક્યો, કેમેરા સામે ઠીક કરતા હાલત થઇ ખરાબ, જુઓ વીડિયો

Priyanka Chopra Oops Moment: બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી એક્ટિંગ અને ખૂબસુરતીના દમ પર પોતાનો ડંકો વગાડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથેની કેમેસ્ટ્રીને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. બંને પોતાની બોન્ડિંગથી બધાનું દિલ જીતી લે છે. થોડા દિવસ પહેલા જ્યારે પ્રિયંકા પતિ નિક સાથે પેરિસ ફેશન વીકમાં વેલેન્ટિનો ફોલ 2023 શોમાં હાજરી આપવા પહોંચી ત્યારે ફરી એકવાર કંઈક આવું જ જોવા મળ્યું.

આ દરમિયાન પ્રિયંકા પતિ નિક સાથે તેની રોમેન્ટિક કેમિસ્ટ્રીથી બધાનું ધ્યાન ખેંચતી જોવા મળી હતી. નિક્યંકાની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. લુકની વાત કરીએ તો પેરિસ ફેશન વીકમાં પ્રિયંકા ચોપરાનો ખૂબ જ બોલ્ડ લુક જોવા મળ્યો હતો. અભિનેત્રીએ પિંક કફ્તાન ડ્રેસ પહેર્યો હતો જે બ્રાલેસ હતો અને આ લુકમાં તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. આ આઉટફિટ સાથે પ્રિયંકાએ મેચિંગ પેન્ટ બૂટ પહેર્યા હતા.

આ લુકની ઘણી તસવીરો પ્રિયંકાએ 6 માર્ચે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ લુક સાથે તેણે તેના હાથમાં પિંક રંગની મીની બકેટ બેગ લીધી હતી. તેના ઓવરઓલ લુકથી પ્રિયંકા બધાનું દિલ જીતી રહી હતી. ત્યાં આ દરમિયાન નિક જોનાસ બ્લેક પેન્ટ કોટમાં એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. પ્રિયંકા તેના પતિ નિકનો હાથ પકડીને ઈવેન્ટમાં પહોંચી હતી અને બધાની નજર કપલની કેમેસ્ટ્રી પર ચોંટી ગઈ.

બંનેએ એકબીજાના હાથ અને આલિંગનમાં રોમેન્ટિક પોઝ પણ આપ્યા હતા. જો કે, પ્રિયંકા ચોપરા આ કફ્તાન ડ્રેસમાં Oops મોમેન્ટનો શિકાર બની હતી. જ્યારે તે પતિ નિક જોનાસ સાથે બ્રાલેસ અવતારમાં ઇવેન્ટમાં પહોંચી ત્યારે તે વારંવાર તેના ડ્રેસને હાથથી સરખો કરતી જોવા મળી હતી. પ્રિયંકાનો ડ્રેસ બાજુમાંથી ઘણો સરકી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Thibaud Salducci (@thibaudsalducci)

કેમેરાની સામે જ તે ડ્રેસ સરખો કરતી વખતે પરેશાન જોવા મળી રહી હતી. જણાવી દઇએ કે, પ્રિયંકા અને નિકે ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ખ્રિસ્તી અને હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. બાદમાં કપલે દિલ્હી અને મુંબઈમાં બે રિસેપ્શન પણ યોજ્યા હતા. કપલે ગયા વર્ષે જાન્યુઆરીમાં સરોગસી દ્વારા તેમની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, પ્રિયંકાની હાલમાં જ ‘લવ અગેઇન’ 12 મેના રોજ યુએસ થિયેટરોમાં રિલીઝ થઇ છે. નિકે આ ફિલ્મમાં કેમિયો કર્યો છે. અભિનેત્રી રુસો બ્રધર્સ દ્વારા નિર્મિત વેબ સીરિઝ ‘સિટાડેલ’માં પણ જોવા મળી છે. આ સીરિઝ પ્રાઈમ વીડિયો પર છે. પ્રિયંકા આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળવાની છે.

https://youtube.com/shorts/CY0hJb6xe6I?feature=share

Shah Jina