મનોરંજન

WOW: પ્રિયંકા ચોપરા અને નિક જોનસની એન્ટ્રીએ લૂંટી લાઇમલાઇટ, પતિની બાહોમાં દેશી ગર્લને મળ્યો આરામ

OOPS આ શું પહેર્યું છે પ્રિયંકાએ…10 વર્ષ નાના પતિના બાહોમાં ખેંચાવી બોલ્ડ તસવીરો- જુઓ PHOTOS

બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ શોમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસએ એકવાર ફરી તેમની શાનદારી કેમેસ્ટ્રીથી બધાનું દિલ જીતી લીધુ છે. પ્રિયંકા અને નિક બોલિવુડ અને હોલિવુડ બંનેમાં બેસ્ટ રોમેન્ટિક કપલ માનવામાં આવે છે.

ત્યાં જ તેઓ કોઇ પણ સમારોહ કે એવોર્ડ્સ કે ઇવેન્ટમાં જાય છે તો બંને સાથે હોય તો બધાની નજર તેમના પર જ અટકી જાય છે. આવું જ કંઇક બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સમાં જોવા મળ્યુ.


બોલિવુડ ફિલ્મ અદાકારા પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ગત રાત્રે અમેરિકાના લોસ એંજિલિસમાં આયોજિત બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ 2021માં ચાર ચાંદ લગાવી દીધા. આ પાવર કપલ પર પૂરી દુનિયાની નજર હતી.

બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સના રેડ કાર્પેટ પર પ્રિયંકા અને નિકની ધમાકેદાર એન્ટ્રીથી બધાનું ધ્યાન તેમની તરફ ખેંચાઇ ગયુ. જે બાદ અભિનેત્રીની તસવીરો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ.

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની આ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની સાથે પતિ નિક જોનસ પણ જોવા મળી રહ્યા છે.

પ્રિયંકાએ ગોલ્ડન કલરનુ ખૂબસુરત ગાઉન કેરી કર્યુ છે. તેના આ ગાઉનમાં વી શેપ નેકલાઇન હતી જેમાં તે ખૂબસુરતી સાથે ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ 2021ના ઇવેન્ટ બાદ અભિનેત્રીની ખૂબસુરત અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ. આ ખૂબ જ ખૂબસુરત ફોટોશૂટમાં પ્રિયંકા તેના પતિ નિક જોનસની બાહોમાં આરામના પળ વીતાવતી પણ જોવા મળી. બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ 2021 ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા તેના ખૂબસુરત નેલઆર્ટ ફ્લોન્ટ કરતી પણ જોવા મળી.

આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, પતિ પ્રશંસા પોસ્ટ. મને તમારા પર ઘણો ગર્વ છે બેબી. તમે જે પણ કરો છો તે સાથે તમારી કાર્ય નીતિ, તમારી ઉત્કૃષ્ટતાની તપાસ, તમે મને રોજ પ્રેરિત કરો છો. આજે તમે કમાલ કરી દીધી. હું તમને ખૂબ જ પ્રેમ કરુ છુ.

તમને જણાવી દઇએ કે, શોમમાં રેડ કાર્પેટ પર જોનસ બ્રધર્સ કેવિન અને જો પણ સાથે સામેલ થયા હતા. જોનસ બ્રધર્સ અને માર્શમેલોએ ગીત “લીવ બિફોર યુ લવ મી”નું શાનદાર પ્રદર્શન કર્યુ. છેલ્લા વર્ષે, જોનસ બ્રધર્સે બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સમાં ત્રણ શ્રેણીઓમાં જીત હાંસિલ કરી હતી.