પ્રિયંકા ચોપરાનો મુંબઇ આવી થયો આવો હાલ, Rolls-Royce કારની માલકિન પતિ સાથે ઓટો રિક્શામાં ગઇ ડેટ પર, જુઓ ફોટાઓ

બોલિવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેના પતિ નિક જોનસ અને દીકરી માલતી મેરી ચોપરા જોનસ સાથે ભારતમાં છે. ભારત આવી ત્યારથી અભિનેત્રી ઘણી ચર્ચામાં છે. હાલમાં જ પ્રિયંકાએ નિક જોનસ સાથે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઈવેન્ટમાં પણ હાજરી આપી હતી. તે પછી બંને સાથે ડેટ નાઈટ પર ગયા હતા. આ દરમિયાન પ્રિયંકા અને નિકે મુંબઈના રસ્તાઓ પર ઓટો રિક્ષાની સવારી લીધી.

અભિનેત્રીએ તે દરમિયાનના ફોટા ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કર્યા છે, જેમાં કપલ રિક્ષા સાથે પોઝ આપતા જોવા મળે છે. પ્રિયંકાએ શેર કરેલી તસવીરોમાં તે તે થાઈ સ્લિટ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે, જ્યારે નિક સૂટ-પેન્ટમાં જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકાએ બીજા દિવસે નીતા અને મુકેશ અંબાણીની ઈવેન્ટમાં આ લુક સાથે હાજરી આપી હતી. ફોટો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું, “મારા કાયમના પાર્ટનર નિક જોનાસ સાથે એક વધુ ડેટ નાઈટ” અને તે બાદ તેણે ઓટો રિક્ષાની ઈમોજી મુકી.

અભિનેત્રીએ આ સાથે ડિઝાઇનરનો આભાર માન્યો. તેણે કહ્યું, ‘તે આધુનિક ટ્વિસ્ટ સાથે વિન્ટેજ લુક પહેરવા માંગતી હતી. તેનો આઉટફિટ ઇસ્ટ અને વેસ્ટના મિશ્રણને પ્રતિબિંબિત કરે છે. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, ‘આ સુંદર ડ્રેસ 65 વર્ષ જૂની બનારસી પટોળા સાડીમાંથી ચાંદીના દોરા અને ખાદી સિલ્ક પર ગોલ્ડ ઈલેક્ટ્રોપ્લાન્ટિંગથી બનાવવામાં આવ્યો છે. તેમાં કુલ 9 રંગો દેખાય છે. આ સાથે તેણે નીતા અંબાણીનો પણ આભાર માન્યો હતો. આ તસવીરો પર ચાહકોએ તેના જોરદાર વખાણ કર્યા હતા.

એકે લખ્યું, ‘લવ.’ બીજાએ કમેન્ટ કરી, ‘ક્યુટ.’ એક અન્યએ લખ્યું, ‘તમે ક્વિન છો, આ દેખાવ અદ્ભુત છે. હવે બોલિવૂડમાં પાછા આવો. એક યુઝરે કહ્યું, ‘આ હોટ કપલ છે.’ જણાવી દઇએ કે, પ્રિયંકા ભારતમાં વેબ સિરીઝ ‘સિટાડેલ’નું પ્રમોશન કરવાની છે. આ વેબ સિરીઝ 28 એપ્રિલે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. પ્રિયંકા પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા હાલમાં જ ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે પોતાના ઈન્ટરવ્યુમાં બોલિવૂડ પોલિટિક્સ વિશે કહ્યું હતું. તેણે કહ્યુ કે, ‘બોલિવૂડમાં મને જે કામ મળી રહ્યું હતું તેનાથી હું ખુશ નહોતી. હું પ્રથમ વખત આ વિશે વાત કરવા જઈ રહી છું કારણ કે હું તેના વિશે વાત કરવા માટે અસુરક્ષિત અનુભવું છું. દેશી હિટ્સની અંજલિ આચાર્યએ એકવાર મને એક મ્યુઝિક વીડિયોમાં જોઇ અને મને બોલાવી. તે સમયે હું સાત ખૂન માફનું શૂટિંગ કરી રહી હતી.

અંજલિએ મને પૂછ્યું કે શું હું મારી સંગીત કારકિર્દી અમેરિકામાં બનાવવા માંગુ છું? હું તે સમયે બોલિવૂડમાંથી છટકી જવાની શોધમાં હતી અને હું અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધી રહી હતી. મને ઈન્ડસ્ટ્રીમાં એક ખૂણામાં ધકેલી દેવામાં આવી હતી. લોકો મને કાસ્ટ કરતા ન હતા. મને લોકોની ફરિયાદો હતી. હું આ પ્રકારની રમતો રમવામાં સારી નથી. હું પોલિટિક્સથી કંટાળી ગઇ હતી અને મારે બ્રેકની જરૂર હતી.

Shah Jina