મનોરંજન

‘સંસ્કાર ભૂલી ગઇ શુ’ પ્રિયંકા-નિકની આ હરકત જોઇ ભડક્યા લોકો, પરિણીતિ બોલી- દીદી-જીજૂ આ શુ, ઇંસ્ટા પર પરિવારના લોકો પણ છે…

ગ્લોબન આઇકોન પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સૌથી ચર્ચિત કપલ્સમાંના એક છે. બંને સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. ઘણીવાર કપલની લવી ડવી વાળી તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહેતી હોય છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ નિક સાથે વીકેંડ ગેટ ટુ ગેધરની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કપલ સમુદ્ર કિનારે રોમેન્ટિક પળ વીતાવી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા એકવાર ફરી તેની તસવીરોને લઇને ચર્ચામાં આવી છે. આ વખતે તેણે ઇન્સ્ટાગ્રામ પર એવી તસવીર શેર કરી છે, જેને લઇને યુઝર્સ ગુસ્સે ભરાયા છે. પ્રિયંકાએ તેની આ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો. આ તસવીરમાં પ્રિયંકાની બેક પર નિક જોનસ બ્રેકફાસ્ટ કરતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત પ્રિયંકાએ તેની એક સિંગલ તસવીર શેર કરી છે, જેમાં તે ઘણી સ્લિમ અને બોલ્ડ જોવા મળી રહી છે. નિક સાથે પ્રિયંકાની આ તસવીર પર લોકો ફની કમેન્ટ કરી રહ્યા છે. કોઇ જન્માષ્ટમીની શુભકામના આપી રહ્યુ છે તો કોઇ કહી રહ્યુ છે કે, શું તને આના માટે અમેરિકા મોકલી હતી ? એક યુઝરે કહ્યુ- કરી લીધુ દેશનું નામ રોશન. તો કોઇએ સવાલ કર્યો કે, સોશિયલ મીડિયા પર આ તસવીર પોસ્ટ કરવા વાળી તસવીર છે ?

રિયલ લાઇફમાં જ નહિ પ્રિયંકાએ ઘણી ફિલ્મોમાં બોલ્ડ કપડા પહેરી પોઝ આપ્યા છે. અક્ષય કુમાર સાથે ફિલ્મ “અંદાજ”, શાહરૂખ ખાનની ફિલ્મ “ડોન” અને અનેક ફિલ્મોમાં પ્રિયંકા બોલ્ડ કપડામાં જોવા મળી છે. મામી બિચ પર પ્રિયંકાએ બોલ્ડ આઉટફિટમાં એક તસવીર શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી.

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ તસવીર પર કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ઉપરાંત આ તસવીર પર એક કમેન્ટે બધાનું ધ્યાન ખેચ્યુ છે, જે છે પ્રિયંકાની કઝિન પરિણીતી ચોપરાની કમેન્ટ. પરિણીતિએ કમેન્ટ કરી લખ્યુ કે, જીજ ! મિમી દીદી ! અહીં શુ ચાલી રહ્યુ છે. પરિવાર ઇન્સ્ટાગ્રામ પર છે. આંખો બંધ કરી હું લાઇક બટન દબાવી રહી છુ.

તમને જણાવી દઇએ કે, કામને કારણે બંને સ્ટાર્સ ઘણીવાર અલગ અલગ શહેરોમાં રહે છે અને મહિનાઓ બાદ તેમની મુલાકાત થાય છે. છેલ્લા દિવસોમાં પ્રિયંકા નિકને મળી તો તેણે એક તસવીર શેર કરી હતી.

વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા “સિટાડ઼લ”ના શુુટિંગમાં વ્યસ્ત છે. રીસેંટલી તેણે એક તસવીર શેર કરી હતી, જેમાં તેની આઇબ્રો પર ઇજા પહોંચી હતી. સીરીઝમાં પ્રિયંકાના એક્શન સીન્સ પણ છે, આ ઉપરાંત તે કેટલીક હોલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો, તે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે “જી લે ઝરા”માં જોવા મળશે.