ફિલ્મી દુનિયા

આ ગીતમાં પ્રિયંકા અને નિક પેન્ટ પહેર્યા વગર ખુબ નાચ્યાં, વાઇરલ વિડીયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તેના લગ્ન બાદ ઘણી ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ તેનાથી 10 વર્ષ નાના અમેરિકી પૉપ સ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પ્રિયંકા-નિકના લગ્ન બેહદ શાહી અંદાજમાં થયા હતા.

પ્રિયંકા અને નિક જોડીને ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. હાલમાં જ તેના લગ્નને વર્ષ થઇ ગયું છે. પરંતુ છતાં પણ લોકોમાં ક્રેઝ ઓછો નથી થયો.

હાલમાં જ પ્રિયંકાનો જોનાસ બ્રધર્સ સાથે મ્યુઝિક વિડીયો રીલિઝ થયો છે.આ વીડિયોએ હાલમાં યૂટ્યૂબ પર ધમાલ મચાવી દીધી છે. વિડીયોમાં નિક જોનસ, પ્રિયંકા ચોપરા, જો જોનાસ, સોફી ટર્નર, કેવિન જોનસ અને તેની પત્ની નજરે આવી રહ્યા છે. આ વિડીયોના રિલીઝની જાણકારી નિક જોનાસે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી છે.

આ વીડિયોમાં નિક અને પ્રિયંકાની કેમેસ્ટ્રી બેહદ ખુબસુરત નજરે આવે છે. પ્રિયંકાનો લુક આ વીડિયોમાં શાનદાર લાગી રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકા અને નિક બંને વ્હાઇટ કલરના શર્ટ પહેરીને નજરે આવી રહી છે.

બંને એક ઘરની અંદર ડાન્સ અને મસ્તી કરતા નજરે ચડે છે. નિક અને પ્રિયંકા પહેલા ડાન્સ કરે છે બાદમાં કિસ કરતા નજરે ચડે છે. ગીતમાં પ્રિયંકા અને નિક જોનસને પેન્ટલેસ જોઈને ફેન્સ તેની મજાક કરી રહ્યા છે.

એક દિવસ પહેલા નિકનો આ ગીત ફર્સ્ટ લુક શેર કર્યો હતો. આ પોસ્ટરમાં નિક અને પ્રિયંકા બેહદ ખુબસુરત લાગી રહ્યા હતા. આ ગીતને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધું છે. લોકોને આ ગીત પસંદ આવી રહ્યું છે.

આ ગીત 1980નું ગીત ‘What A Man Gotta Do’નું બીજું વર્ઝન છે. જેમાં પ્રિયંકા ચોપરા જોનસ બ્રધર્સ સાથે નજરે આવી રહી છે.આ પહેલા પણ પ્રિયંકા જોનસ બ્રધર્સનું ગીત ‘સફર’માં નજરે આવી ચુક્યા છે. આ ગીતમાં નિક અને પ્રિયંકા સિવાય નિકના બંને ભાઈ તેની લાઈ પાર્ટનર સાથે જોવા મળે છે. ફરી એક વાર જોન્સ ફેમિલી એકસાથે સ્ક્રીન પર ધમાલ મચાવે છે.

હાલમાં જ પ્રિયંકાએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે, તે અમેરિકન પૉપ સ્ટાર નિક જોનસને ડેટ કરવા માંગતી હતી. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, મ્યુઝિક વિડીયો ‘ક્લોઝ’ના હોટ સીન્સ તેના આ ફેંસલા પાછળનું જવાબદાર કારણ છે.

પ્રિયંકાએ હૉર્પર બજાર મેગેઝીનના ફેબ્રુઆરીના અંક માટે રુતિને લઈને ચર્ચા કરી હતી. ત્યારે જ તેને નિક જોનસ સાથે ડેટ કરવાની વાતને લઈને ખુલાસો કર્યો હતો.

જુઓ ગીત:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.