જીવનશૈલી મનોરંજન

પ્રિયંકા ચોપરા અને નિકે ખરીદ્યો હતો 144 કરોડનો આલીશાન મહેલ…આટલી જમીન પર ફેલાયેલું છે આ સ્વર્ગ

વિદેશી પતિ જોડે આવા ભવ્ય મહેલમાં રહે છે ભારતની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા, Pics જોઈને ફાટી જશે આંખો

બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાનો સિક્કો જમાવનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ વિદેશી અભિનેતા અને સિંગર નિક જૉનસ સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા છે. બંનેની ઉંમરમાં ઘણું મોટું અંતર છે. બંનેના લગ્ન થયાના દોઢ વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે.

બંનેએ ઘણા સમય સુધી એકબીજા સાથે ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. મોટાભાગે બંને પરિવારનો કોઈ ઇવેન્ટ કે પાટીમાં એકસાથે જોવા મળતા હતા. લગ્ન હિન્દૂ અને ક્રિશ્ચિયન બંને રિવાજોથી થયા હતા. લગ્ન પછીથી પ્રિયંકા મોટા ભાગે પોતાના પતિના ઘર લૉસ એન્જેલિસમાં જ રહે છે. પણ કોઈ ખાસ મૌકા પર ભારત આવતી-જતી રહે છે.

Image Source

એવામાં અમુક સમય પહેલા જ નિક એ બેવર્લી હિલ્સ સ્થિત પોતાનું જૂનું ઘર વહેંચ્યું હતું અને લૉસ એન્જેલિસના સાઈન ફરનેન્ડો વૈલીમાં આલીશાન ઘર ખરીધું હતું. તેના આ નવા ઘરની કિંમત 20 મિલિયન ડોલર એટલે કે 144 કરોડ જણાવવામાં આવેલી છે.

Image Source

પ્રિયંકા પતિ સાથે આજ આલીશાન આશિયાનામાં સમય વિતાવી રહી છે. જો કે તે લોકડાઉનની વચ્ચે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની તસવીરો અને રોજિંદી અપડેટ શેર કરતી રહે છે. એવામાં આજે અમે તમને પ્રિયંકા-નિક ના આ આલીશાન ઘર સાથે રૂબરૂ કરાવશું.

Image Source

પ્રિયંકા-નિકનું આ આલીશાન ઘર ખુબ જ સુંદર અને ભવ્ય છે જે કોઈ મહેલથી ઓછું નથી. સુંદર નજારા વાળા વ્યુ વાળો આ બંગલો નિકએ પત્ની પ્રિયંકાને ભેંટ સ્વરૂપે આપેલો છે. બંનેએ મળીને જ ઘરને ડેકોરેટ કરેલું છે.

Image Source

મળેલી જાણકારીના આધારે નિક-પ્રિયંકાનુ આ આલીશાન ઘર 20,000 સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. જેમાં સાત આલીશાન બેડરૂમ અને 11 બાથરૂમ છે.

Image Source

આ સિવાય આ આલીશાન ઘરમાં થીએટર, રેસ્ટોરેન્ટ ક્વોલિટી વેટ બાર, ઇન્ડોર બાસ્કેટબોલ કોર્ટ અને ગેમ્સ રૂમ, મોટું સ્વિમિંગ પુલ, અને મિરરની દીવાલથી સજેલું જિમની સાથે સાથે સુખ-સુવિધાઓની તમામ વસ્તુઓ રહેલી છે. ઘરના ઇન્ટિરિયર પાર પણ ખુબ ખાસ રીતે ધ્યાન આપવામાં આવેલું છે.

Image Source

પ્રિયંકાના ઘરેથી પહાડોનો સુંદર નજારો પણ દેખાય છે. પ્રિયંકા અવાર-નવાર તેનીતસવીરો પણ શેર કરતી રહે છે. નિક-પ્રિયંકાના આ ઘરની પાસે જ નિકના મોટા ભાઈ જો જૉનસનું પણ આલીશાન ઘર આવેલું છે.

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને આ લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, છતાં પણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે સામાન્ય માણસથી લઈને બોલીવુડના સેલિબ્રિટીઓ સુધીના લોકો આટાયરે પોતાના ઘરની અંદર જ છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ પોતાના ઘરમાં જ આ સમય દરમિયાન સમય વિતાવી રહી છે અને સાથે સાથે તે સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાઈ પણ રહી છે. પ્રિયંકા તેના ચાહકો સમક્ષ જાગૃતતા લાવવાના પણ પ્રયાસો કરી રહી છે. તેવામાં જ તેને સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો છે જે તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

આ ફોટોની અંદર પ્રિયંકાની ભત્રીજી તેનો મેકઅપ કરતી જોવા મળી રહી છે. પ્રિયંકાની ભત્રીજીએ પ્રિયંકાનો ખુબ જ સુંદર મેકઅપ કર્યો છે. ક્યારેક તે પ્રિયંકાને રાજકુમારીની જેમ તૈયાર કરી રહી છે તો ક્યારેક પ્રિયંકાની આંખો ઉપર મેકઅપ લગાવી રહી છે.પ્રિયંકાએ આ ફોટો શેર કરવાની સાથે લખ્યું છે કે:

“મે મહિનાનો પહેલો સોમવાર, આ વર્ષની ધીમી, પ્યારી પ્યારી પ્રિન્સેસ” પ્રિયંકાના ચાહકોને આ તસવીર ખુબ જ પસંદ આવી રહી છે. ચાહકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ કોરોના જેવી મહામારી સામે લડવા માટે મદદ કરતી રહે છે.

પ્રિયંકા ચોપરા ક્યારેક સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરતી નજરે ચડે તો ક્યારેક આર્થિક મદદ કરતી નજરે ચડે છે. પ્રિયંકાએ ફરીથી મદદનો ધોધ વહેડાવ્યો છે.દુનિયાભરના કમઝોર બાળકોને કોરોના વાયરસથી બચાવવા માટે સ્વીડિશ કિશોરી કાર્યકર્તા ગ્રેટા ધનબર્ગ સાથે હાથ મિલાવ્યો છે. પ્રિયંકા ચોપરાએ આ જાણકારી ટ્વીટ દ્વારા આપી છે.

પ્રિયંકા ચોપડાએ ટ્વીટમાં લખ્યું હતું કે,’વિશ્વવ્યાપી સંવેદનશીલ બાળકો પર કોવિડ -19ની અસર જોવાનું હૃદયદ્રાવક છે. હવે ખોરાકની તંગી, આરોગ્ય પ્રણાલીનો અભાવ, હિંસા અને શિક્ષણના અભાવનો સામનો કરે છે. આપણે તેમને સુરક્ષિત રાખવી પડશે,

તે આપણા પર છે.પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસ પહેલેથી જ 15 સંસ્થાઓને દૈનિક વેતનઅને શ્રમિકોને મદદ માટે પગાર આપી પૈસાની સહાય કરે છે. આ ઉપરાંત તેમણે શાળાના બાળકો અને મહિલાઓને પણ આર્થિક મદદ કરી છે જેઓ રોગચાળાનો જોરશોરથી સામનો કરી રહ્યા છે.

તાજેતરમાં, તેમણે કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકના તબીબી કર્મચારીઓને 10,000 જોડી પગરખાં આપવાની જાહેરાત કરી હતી. કોરોનાએ હાલમાં હાહાકાર મચાવે છે. ચીનથી શરૂ થયેલો આ રોગ હાલ દુનિયામાં હાહાકાર મચાવે છે.

અમેરિકામાં રહેતી ગ્લોબલ આઇકોન બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પણ તેના પતિ નિક જોનાસ સાથે લોકડાઉનના આ સમયમાં ઘરમાં બેસી પોતાને સુરક્ષિત રાખી રહી છે.પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો વિડીયો તેના લાઈવ વિડીયો ચેટ દરમિયાનનો છે, જે વિડીયો તેના ફેનપેજના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા અને નિક બહુજ ક્યૂટ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા બ્રાઉન જમ્પ શૂટમાં જોવા મળી રહી છે તો નીકે જોનાસ બ્લુ હૂડીમાં નજરે આવી રહ્યો છે.આ લાઈવ ચેટ દરમિયાન એક-બીજાને કિસ કરી રહ્યા હતા. પ્રિયંકાનો આ વિડીયોને ફેન્સ બહુજ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ,

કે થોડા દિવસ પહેલા પ્રિયંકાએ WHOના ડોક્ટર સાથે લાઈવ ચેટ દરમિયાન કોરોના વાયરસથી બચવા માટે જાણકરી લીધી હતી. તેની આ લાઈવ ચેટનો વિડીયો ઘણો વાયરલ થયો હતો.