મનોરંજન

આટલું મોંઘુ છે પ્રિયંકા ચોપરાનું ન્યુયર પાર્ટીવાળું સેક્સી પિંક કટ-આઉટ ગાઉન, કિંમત તો બાપ રે બાપ

બોલીવૂડના અને હોલિવૂડના દરેક સેલિબ્રિટીઝે નવા વર્ષની ઉજવણી પોતાના અલગ અને અનોખા અંદાજમાં કરી હતી. ત્યારે આપણી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પણ અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી.

Image Source

નવા વર્ષની ઉજવણી પ્રિયંકા ચોપરાએ અમેરિકાના મિયામીમાં પોતાના પતિ નિક જોનસ અને તેમના ભાઈઓ જોનસ બ્રધર્સના કોન્સર્ટમાં કરી. આ કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળી હતી.

Image Source

જયારે છોકરીઓ ન્યુયર નિમિતે બ્લેક ડ્રેસ પહેરવો પસંદ કરે છે ત્યારે આ કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરા નિયોન પિંક કલરના કટ-આઉટ ગાઉનમાં જોવા મળી હતી, જયારે તેની જેઠાણી સોફી ટર્નરે બ્લેક શોર્ટ ડ્રેસ પહેરી હતી.

Image Source

પ્રિયંકા ચોપરાના આ કટ-આઉટ ગાઉનમાં ખૂબ જ ડીપ નેકલાઇન હતી, વેસ્ટ પાસે કટ હતા, બેકલેસ હતું અને સાઈડમાં પીક-અ-બૂ પેનલ હતી. તે આ ડ્રેસમાં ખૂબ જ નોટી દેખાઈ રહી હતી. આ ડ્રેસની સાથે તેને માત્ર fendi ની એક ગોલ્ડ વોચ પહેરી હતી. ખુલ્લાવાળ અને ડ્રેસને મેચિંગની પિંક લિપસ્ટિકમાં પ્રિયંકા ખૂબ જ મારકણી લાગતી હતી.

Image Source

પ્રિયંકાના આ ડ્રેસની વાત કરીએ તો તેના આ ગાઉંની કિંમત જાણીને તમારું મગજ ફરી જશે, કારણ કે પ્રિયંકાના આ ગાઉનની કિંમત 895 ડોલર એટલે કે લગભગ 64 હજાર રૂપિયા. તેનું આ ગાઉન પ્રખ્યાત બ્રાન્ડ patbo નું નિયોન કટ-આઉટ ગાઉન હતું.

Image Source

આ સમયની એક તસ્વીર પ્રિયંકાના પતિ નિક જોનસે શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.