પતિ નિક જોનાસ સામે જ હોલિવુડના આ એક્ટરને પ્રિયંકા ચોપરાએ કરી દીધી કિસ, દંગ રહી ગયા ફેન્સ- જુઓ ફોટાઓ

બાપ રે આવું કેમ કર્યું દેશી ગર્લે, પતિ ઉભો હતો ને અચાનક જ પ્રિયંકાએ એક્ટરને ચોંટાડી દીધી કિસ, જુઓ ફોટાઓ

Priyanka Chopra kiss Hollywood Actor: અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં જ તેની સિરિઝ ‘સિટાડેલ’ રિલીઝ થઈ છે. ત્યારે હવે તેની ફિલ્મ Love Again પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. હોલિવૂડ ફિલ્મ Love Again નું ન્યૂયોર્કમાં પ્રીમિયર યોજાયું હતુ. જ્યાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. રેડ કાર્પેટ પર પ્રિયંકાએ તેના કો-સ્ટાર સેમ હ્યુગનને નાક પર પ્રેમભર્યું ચુંબન કર્યું હતુ.

Love Again ના પ્રીમિયરમાં નિક સાથે પહોંચી પ્રિયંકા:

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. Love Again ના પ્રીમિયરમાં પ્રિયંકા નિક સાથે હાથોમાં હાથ મિલાવી પહોંચી હતી. પ્રિયંકાએ બ્લશ બ્લુ ગાઉન સાથે હાઈ હીલ્સ પહેરી હતી, જેમાં તે નિક કરતાં ઘણી ઊંચી દેખાઇ રહી હતી. ઓફ શોલ્ડર ગાઉનમાં પ્રિયંકા ગોર્જિયસ અને બોલ્ડ લાગી રહી હતી. નિક જોનાસે ગ્રે સૂટ પહેર્યો હતો અને બંને એકસાથે ખૂબ જ ક્યુટ લાગી રહ્યા હતા.

હોલિવૂડ સ્ટાર સેમ હ્યુગને કરી કિસ:

પ્રિયંકાને રેડ કાર્પેટ પર જોઈને હોલિવૂડ સ્ટાર સેમ હ્યુગને તેને પ્રેમ ભરેલી કિસ કરી હતી. પ્રિયંકાએ કિસ કરતી વખતે પાઉટ બનાવ્યો, આ સમયે બંનેની કેમેસ્ટ્રીની ઘણી ચર્ચા રહી. એક ફોટોમાં સેમ પ્રિયંકાના નાક પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ પણ જોવા મળવાના છે. ફિલ્મમાં નિકનો કેમિયો રોલ છે.

નિક પણ પ્રિયંકાની Love Again માં મળશે જોવા:

નિકના રોલ વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે ‘કોવિડ દરમિયાન ફેસ લિક માટે હું અન્ય કોઈ અભિનેતા સાથે તૈયાર નહોતી, તેથી મેં નિકને પૂછ્યું કે શું તમે આ રોલ કરી શકો છો. નિક તેના માટે સંમત થયો. Love Again માં પ્રિયંકા ચોપરા જોનાસ એક એવી મહિલાની ભૂમિકા ભજવી રહી છે જે તેના પતિના મૃત્યુ પછી જાણતી નથી કે તેનો નંબર કોઈ અન્ય એટલે કે સેમ હ્યુગન ઉપયોગ કરી રહ્યો છે.

આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. સિટાડેલના પ્રમોશન બાદ હવે પ્રિયંકા તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રિયંકાનો આ ઈવેન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સેમ પ્રિયંકાને નાક પર કિસ કરતો જોવા મળે છે. પણ ક્લિપમાંથી એક ફોટો વાયરલ થયો જેનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેમે પ્રિયંકાને હોઠ પર કિસ કરી. જો કે, આવું જ કંઇ નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા છેલ્લે રિચર્ડ મેડન સાથે ‘સિટાડેલ’માં જોવા મળી હતી. ત્યારે હવે તે હોલિવુડ ફિલ્મ Love Againમાં જોવા મળશે અને બોલિવૂડમાં તે ‘જી લે ઝરા’માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે સ્ક્રીન શેર કરશે.

 

View this post on Instagram

 

A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)

Shah Jina