પ્રિયંકા ચોપરા 38 વર્ષની થઇ ચુકી છે. પ્રિયંકા 18 જુલાઈ 1982માં જમશેદપુરમાં થયો હતો. પ્રિયંકાએ ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. પ્રિયંકા ચોપરા છેલ્લા ઘણા સમયથી બૉલીવુડ ફિલ્મોમાં કામ નથી કરી રહી પરંતુ તે હંમેશા ભારતીય અને ઇન્ટરનેશનલ મીડિયામાં છવાયેલી રહે છે.

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હવે ઇન્ટરનેશનલ સ્ટાર બની ચુકી છે. પ્રિયંકા ચોપરા હવે દેશમાં જ નહીં પરંતુ તુ વિદેશમાં પણ ખાસ્સું ફેન ફોલોઇંગ ધરાવે છે. પ્રિયંકાએ પોતાને 10 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનાસ સાથે 2018માં લગ્ન કરીને યુએસમાં સ્થાયી થઇ છે.

જણાવી દઈએ કે પ્રિયંકાના પતિ તેની ઉંમરથી નાના છે ત્યારે મિલકતની બાબતમાં નિક તેની પત્નીથી ઘણો પાછળ છે. આજે અમે તમને પ્રિયંકા અને નિકની સંપત્તિ અને તેમની લક્ઝરી લાઇફસ્ટાઇલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે પ્રિયંકાએ બોલિવૂડમાં પોતાને સ્થાપિત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિયંકા 200 કરોડથી વધુ સંપત્તિની માલિક છે.તો તેના પતિ નિક જોનાસ પાસે લગભગ 175 કરોડની સંપત્તિ છે. નિક અને પ્રિયંકા બંનેને લક્ઝરી લાઇફસ્ટાઇલ ખૂબ ગમે છે. તેમની પાસે મોંઘા વાહનોથી લઈને આલીશાન બંગલા સુધીનું બધું છે.

પ્રિયંકા-નિક દ્વારા લગ્ન દ્વારા કેલિફોર્નિયામાં એક આલિશાન બંગલો 144 કરોડ રૂપિયામાં ખરીદ્યો. પ્રિયંકાના આ ઘરમાં 11 બેડરૂમ ઉપરાંત 7 બેડરૂમ છે. તેની આસપાસ કુદરતી સૌંદર્ય પથરાયેલું છે.

પ્રિયંકાનો ગોવામાં એક લક્ઝુરિયસ બંગલો પણ છે. ગોવાના બગા બીચ પાસે સ્થિત આ બંગલાની કિંમત 20 કરોડ છે. આ બંગલો એ વિસ્તારની સૌથી મોંઘી પ્રોપટી પૈકી એક છે. ઘણી વખત પ્રિયંકા તેનો સમય અહીં રજાઓ પર વિતાવે છે.

પ્રિયંકા મુંબઈના જે બંગલામાં રહેતી હતી તેનું નામ દરિયા મહેલ છે. વર્સોવા વિસ્તારમાં આવેલા આ બંગલાની કિંમત 100 કરોડ છે. વિંટેજ આર્કિટેક્ચરથી બનેલો આ બંગલો પ્રિયંકાને ખૂબ જ પસંદ છે. આ બંગલો 1930 માં બ્રિટીશ આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

તો બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા એકથી એક મોંઘા આઉટફિટ માટે શોખીન છે. તેના કપડામાં 12.8 લાખ રૂપિયાના ફોક્સ ફર કોટ પણ શામેલ છે.

પ્રિયંકા હાર્લી ડેવિડસન-Street 500 રેસિંગ બાઇકની માલિકણ છે. આ બાઇકની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ છે. આ પિંક કલરની બાઇક પ્રિયંકાએ તે સમયે ખરીદી હતી જ્યારે તે ખતરો કે ખિલાડી-3 હોસ્ટ કરતી હતી.

પ્રિયંકા અને નિક પાસે પણ ઘણી મોંઘી કારનો પણ ખજાનો છે. બંને પાસે રોલ્સ રોયલ ઘોસ્ટ (રૂ. 5.25 કરોડ), બીએમડબ્લ્યુ 7 (રૂ. 1.95 કરોડ), મર્સિડીઝ બેંચ એસ ક્લાસ (રૂ. 1.21 કરોડ), પોર્શ કાયેન (રૂ. 1.04 કરોડ), કર્મ ફિશર (રૂ. 76 લાખ), બીએમડબ્લ્યુ 5 (52 લાખ) રૂપિયા) કાર છે.

પ્રિયંકાએ નિક સાથે 2-3 ડિસેમ્બરના રોજ જયપુરના ઉમેદ ભવન પેલેસમાં બે રિવાજો સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં પણ કપલે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા.