બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો એવા છે જેણે ખુબ ઓછા સમયમાં સારું નામ બનાવી લીધું જ્યારે અમુક એવા પણ છે જેણે અમુક ફિલ્મો કરી અને અચાનક જ બોલીવુડથી અંતર બનાવી લીધું. તેમાંના જ એક અભિનેતા છે ‘હરમન બાવેજા’.

13 નવેમ્બર 1980 ના રોજ ચંદીગઢમાં જન્મેલા હરમન બાવેજા 39 વર્ષના થઇ ચુક્યા છે. એક સમયે હેન્ડસમ અભિનેતાઓમાં શામિલ હરમન અચાનક જ બોલીવુડથી ગાયબ થઇ ગયા હતા. એક સમયે તેની તુલના આજના હેન્ડસમ અભિનેતા ઋત્વિક રોશન સાથે પણ કરવામાં આવતી હતી.

હરમને વર્ષ 2008 માં પ્રિયંકા ચોપરા સાથેની ફીલ્મ ‘લવ સ્ટોરી-2050’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. તે સમયે હરમન ઇન્ડસ્ટ્રીમાં નવા નવા આવ્યા હતા. આ ફિલ્મ દ્વારા જ હરમનનું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડાવા લાગ્યું હતું. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ સાથે જોવા મળતા હતા. બંન્ને શૂટિંગ પછી એકબીજા સાથે સમય વિતાવવાનું પણ પસંદ કરતા હતા.

એવામાં બંન્ને વચ્ચે મિત્રતા થઇ અને ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે બંન્નેની આ ફિલ્મ ફ્લોપ રહી હતી. જેના પછી હરમનના પિતા હૈરી બાવેજાએ હરમન માટે રોમેન્ટિક ફિલ્મ ‘વ્હોટ્સ યોર રાશિ’ બનાવી તે પણ ફ્લોપ સાબિત થઇ હતી. આ ફિલ્મ રિલીઝના પહેલા જ પ્રિયંકા-હરમનનું બ્રેકઅપ થઇ ગયું હતું. બંન્નેનુ રિલેશન બે વર્ષ સુધી ચાલ્યું હતું.

જો કે હરમને પોતાની કારકીર્દીમાં માત્ર 5 કે 6 ફિલ્મો જ કરી અને તે પણ ફ્લોપ રહી હતી. લગાતાર અસફળતા મળવાને લીધે પ્રિયંકા-હરમનનો સંબંધ પણ તૂટવા લાગ્યો હતો અને બંન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયુ.

આ વાતની જાણકારી ત્યારે મળી જ્યારે વર્ષ 2009 માં બંન્નેને નવા વર્ષની ઉજવણી અલગ અલગ કરી હતી. બ્રેકઅપ થયાના અમુક સમય પછી પ્રિયંકાનું નામ શાહિદ કપૂર સાથે અને હરમનનું નામ અભિનેત્રી બિપાશા બાસુ સાથે પણ જોડવામાં આવ્યું હતું.

એક ઇન્ટરવ્યૂમાં હરમને પ્રિયંકા સાથેના બ્રેકઅપ પર જણાવ્યું હતું કે તેની પાસે પ્રિયંકા માટે સમય ન હતો. તેની બે ફિલ્મો પહેલાથી જ ફ્લોપ થઈ ગઈ માટે તેના પર પ્રેશર વધી ગયું હતું અને તે પોતાની ત્રીજી ફિલ્મ પર ફોકસ કરવા માગતા હતા.

લગાતાર હરમનની ફિલ્મો ફ્લોપ થવાને લીધે બંન્ને વચ્ચે તણાવ વધી ગયો હતો, પ્રિયંકા પણ હમરન પાસે પોતાના માટે સમય માગતી રહેતી હતી પણ હરમન આવું કરી શક્યા ન હતા. માટે પ્રિયંકાએ પણ બ્રેકઅપ લેવાનું ઉચિત સમજ્યું.

એવામાં લાંબા સમય સુધી ગાયબ રહ્યા પછી અચાનક જ હરમન બાવેજાને મુંબઈની એક રેસ્ટોરેન્ટની બહાર જોવામાં આવ્યા હતા. તેને જોતા જ દરેક હેરાન રહી ગયા હતા, તેનો દેખાવ એકદમ બદલાઈ ગયો હતો અને વજન પણ વધી ગયો હતો.

એક તરફ જ્યાં પ્રિયંકા ચોપરા દેશ-વિદેશમાં પોતાનું નામ બનાવી રહી છે જ્યારે બીજી તરફ હમરન બાવેજા હજી પણ પોતાની ઓળખની શોધમાં છે. વર્ષ 2014 માં હરમને ફિલ્મ ‘ઢીસ્કિયસાઓ’ દ્વારા કમબેક કર્યું હતું, જો કે ત્યારે પણ દરેક વખતની જેમ તેને અસફળતા જ મળી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.