ખબર મનોરંજન

પ્રિયંકા ચોપરાને આ બે ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવી હતી, રોતા રોતા પિતાની પાસે જઈને કહી હતી આ વાત

બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિંક’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશનના દરમિયાન તે ઘણા ઇવેન્ટમાં પહોંચી હતી જ્યા ફિલ્મની સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવન પર ઘણા ખુલાસાઓ કર્યા હતા.

 

View this post on Instagram

 

@red #5BFilm

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

હાલ પ્રિયંકા એક ઇન્ટરનેશનલ અભિનેત્રી બની ચુકી છે, તે બોલોવુડની સાથે સાથે હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે, પણ તેના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેને ફિલ્મમાંથી કાઢી નાખવામાં પણ આવી હતી.

 

View this post on Instagram

 

Beauty unveiled…I meant the speakers..LOL @jblindia

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

એક ઇન્ટરવ્યૂમાં આ ઘટના પર ખુલાસો કરતા પ્રિયંકાએ જણાવ્યું કે તેને એક ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી અને તેના પછી તે રોતા રોતા પોતાના પિતા પાસે ગઈ હતી. જો કે પ્રિયંકાએ ફિલ્મનું નામ જણાવ્યું ન હતું. પ્રિયંકાએ કહ્યું કે,”મને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી, આવું બે વાર થયેલું છે.”

 

View this post on Instagram

 

#Day2 Breezing through interviews for #TheSkyIsPink in @jonathansimkhai. In theatres Oct 11!

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

”એક વાર મને મારા કો-સ્ટારે આ વાત જણાવી હતી જ્યારે બીજી વાર મેં ન્યૂઝ પેપરમાં વાંચ્યું હતું,હું રોતા રોતા મારા પિતા પાસે પહોંચી અને કહ્યું કે આખરે હું જ શા માટે? તેમણે પૂછ્યું કે હવે હું આગળ શું કરીશ? ત્યારે મેં ફિલ્મમાં પોતાને બેસ્ટ સાબિત કરવા અને સારી રીતે કામ શીખવાનું સુનિશ્ચિત કર્યું.”

 

View this post on Instagram

 

To live for days like this. ❤️ @nickjonas #boatlife

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

”આ સિવાય જો ફિલ્મ હિટ સાબિત ન થાય, તો પણ હું એજ સુનિશ્ચિત કરું છું કે મારું કામ બેસ્ટ હોય.ઇન્ડસ્ટ્રીમાં કોઈને પણ ગમે ત્યારે રિપ્લેસ કરી શકાય છે. કેમ કે અહીં મહિલાઓને પુરુષોની તુલનામા ઓછા આંકવામાં આવે છે. આ એક માનસિકતા છે, જેને સમાજે બનાવેલી છે. આગળની પેઢી માટે આપણે તેને બદલવાની રહેશે”.

પ્રિયંકાએ તેની પેહલા પણ એકવાર કહ્યું હતું કે તેને ફિલ્મમાંથી એટલા માટે કાઢવામાં આવી હતી કેમ કે ફિલ્મમાં હીરોની ગર્લફ્રેન્ડને તેની સાથે કામ કરવું હતું. આ મહિલા શક્તિનો દુરુપીયોગ છે.

જણાવી દઈએ કે ધ સ્કાઈ ઇઝ પિંક 11 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં પ્રિયંકાના સિવાય ફરહાન અખ્તર, જાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.