મનોરંજન

પ્રિયંકા ચોપડાએ પહેર્યો હતો આવો નોટી ડ્રેસ, છતાં શરીરની આ જગ્યા પર લોકોની નજર ગઈ અને કર્યા વખાણ

થોડા દિવસ પહેલા જ અમરિકાના દિગ્ગ્જ બાસ્કેટબોલ લીગ “એનબીએ” ના દિગ્ગ્જ ખેલાડી કોબે બ્રાયન્ટનું હેલીકૉપટર દુર્ઘટનામાં કરૂણ મૃત્ય નીપજ્યું હતું સાથે તેમની દીકરીનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારે વિશ્વભરની મોટી હસ્તીઓ આ દુઃખને લઈને શોકમાં ડૂબી ગઈ છે, ઠેર ઠેર સોશિયલ મીડિયામાં આ દિગ્ગ્જને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ પણ કરવામાં આવી રહી છે.

વિદેશના જ નહિ ભારતની પણ ઘણી મોટી હસ્તીઓએ બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ આપી હતી તેમાં રણવીર સિંહ, અભિષેક બચ્ચન, લારા દત્તા અને પ્રિયંકા ચોપડા તેમજ તેનો પતિ નિક જોનાસ પણ હતો. બ્રાયન્ટના મૃત્યુના સમાચાર સાંભળી ઘણા જ લોકોને તેના મૃત્યુ માટે દુઃખ થયું છે.

બોલીવુડની મશહૂર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ આપવા માટે કંઈક જુદો જ રસ્તો અપનાવ્યો અને તેને આપેલી આ શ્રધ્ધાંજલીએ લોકોને પ્રિયંકા માટે એક નવો નજરીયો પણ બતાવ્યો હતો.

વિશ્વના સૌથી મોટા મ્યુઝિક એવોર્ડ સમારોહમાં યોજાયેલા ગ્રેમી એવોર્ડ, 2020 માં ભાગ લેનાર પ્રિયંકાએ પોતાના કપડાં દ્વારા સૌને આકર્ષિત કર્યા હતા.

પ્રિયંકાએ એટલા કપડાં પહેર્યા હતા કે આખા એવોર્ડ સમારંભમાં તે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને કેમરમેનની નજર પણ પ્રિયંકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે તડપી રહી હતી, પ્રિયંકાએ ફોટોશૂટ પણ કરાવ્યું, લોકો પ્રિયંકાને નિહાળી રહ્યા હતા ત્યારે જ તેમની નજર પ્રિયંકાના નખ ઉપર પડી અને સૌ હેરાન રહી ગઈ, લોકો પ્રિયંકાના લુકને જોવાના બદલે તેના નખને જ તાકતા રહ્યા.

પ્રિયંકાએ નખ ઉપર 24 નંબર લખ્યો હતો જે બ્રાયન્ટનો જર્સી નંબર હતો. પોતાના નખ ઉપર આ રીતે બ્રાયન્ટનો જર્સી નંબર લખીને પ્રિયંકાએ બ્રાયન્ટને અનોખી શ્રદ્ધાજંલી આપી હતી. બ્રાયન્ટ પહેલા 8 અને પછી 24 નંબરની જર્સી સાથે રમ્યો હતો.

બ્રાયન્ટ વિશ્વનો પહેલો એવો ખેલાડી છે જે બે અલગ અલગ નંબરની જર્સી સાથે રમ્યો છે અને આ જર્સીના નંબર દ્વારા જ પ્રિયંકાએ બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ આપી હતી.