મનોરંજન

પ્રિયંકા ચોપરાએ પુલમાં કર્યો 90’s ના ગીતો પર ડાંસ, ચશ્મા ઉતારી આપ્યા એવા એક્સપ્રેશન કે તમે પણ બોલશો- ઓ દેશી ગર્લ

દીકરીના જન્મ પછી બ્લેક કલરની બિકીનીમાં જોવા મળી પ્રિયંકા ચોપરા, જુઓ PHOTOS

પ્રિયંકા ચોપરા એક સ્ટનર છે અને આ વાતને કોઈ નકારી શકે નહીં. બાજીરાવ મસ્તાની અભિનેત્રી સોશિયલ મીડિયાનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે છે અને તેની ફેન ફોલોઈંગ ખૂબ જ સારી છે. પ્રિયંકા પોતાની દિનચર્યા વિશે ફેન્સને અપડેટ કરતી રહે છે. હાલમાં જ પ્રિયંકાએ તેના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે ચિલ કરતી જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે કેટલાક ગીતોમાં ઝૂલતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરાની આ સ્ટાઈલ જોઈને લાગે છે કે તે લાઈફને કેટલી સારી રીતે એન્જોય કરી રહી છે. પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ દર્શાવે છે કે તે સેલ્ફ કેર કરવામાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરાએ આ દરમિયાન તેણે બ્લેક બિકી પહેરી હતી.અભિનેત્રીને 90ના દાયકાના બોલિવૂડ સંગીતમાં ગ્રુવ કરતી જોઈ શકાય છે.પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ તેણે શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. ચાહકોએ અભિનેત્રીની સુંદરતા અને શૈલીના ઘણા વખાણ કર્યા હતા અને તેના એક્સપ્રેશન પર તો કેટલાક ચાહકો એટલા દીવાના થઇ ગયા હતા કે તેઓએ કમેન્ટ કરતા લખ્યુ- ઓ દેશી ગર્લ…

જો કે પ્રિયંકા ચોપરા આજે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે અને વિદેશમાં પણ લોકોના દિલમાં વસી ગઈ છે. પરંતુ તે તેના મૂળ અને ભારતીય મૂલ્યોને ભૂલી નથી. તે હોળીથી લઈને દિવાળી સુધીના દરેક તહેવારને પતિ નિક જોનાસ સાથે પૂરી શ્રદ્ધાથી ઉજવે છે. એટલું જ નહીં, પ્રિયંકા ચોપરાની ન્યૂયોર્કમાં પોતાની રેસ્ટોરન્ટ પણ છે, જ્યાં સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ પીરસવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Pune Times (@punetimesonline)

પ્રિયંકાની પોસ્ટની વાત કરીએ તો, તે ‘દિલ હૈ કે માનતા નહીં’, ‘ભીગી ભીગી રાતો મેં’ અને ‘બિન તેરે સનમ’ સહિત અનેક ગીતો સાંભળતી અને તેને માણતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે આ વર્ષે જાન્યુઆરીમાં તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. TMZ અનુસાર, દંપતીએ તેમના બાળકનું નામ માલતી મેરી ચોપરા જોનાસ રાખ્યું છે.

બર્થ સર્ટિફિકેટ મુજબ તેનો જન્મ 15 જાન્યુઆરીએ સાન ડિએગોની એક હોસ્પિટલમાં રાત્રે 8 વાગ્યા પછી થયો હતો. જો કે, દંપતીએ હજુ સુધી તેમની પુત્રીના નામ વિશે સત્તાવાર પુષ્ટિ કરી નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા હવે પછી ‘સિટાડેલ’, ‘ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ અને ‘એન્ડિંગ થિંગ્સ’માં જોવા મળશે. ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત બોલિવૂડ ફિલ્મ ‘જી લે ઝરા’માં પ્રિયંકા કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.