ખબર મનોરંજન

પ્રિયંકા ચોપરાએ કોરોનાથી કમજોર બાળકોને બચાવવા માટે ઉઠાવ્યું એવું પગલું, દુનિયામાં થઇ વાહ વાહ

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ કોરોના જેવી મહામારી સામે લડવા માટે મદદ કરતી રહે છે. પ્રિયંકા ચોપરા ક્યારેક સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરતી નજરે ચડે તો ક્યારેક આર્થિક મદદ કરતી નજરે ચડે છે. પ્રિયંકાએ ફરીથી મદદનો ધોધ વહેડાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

દુનિયાભરના કમઝોર બાળકોને કોરોના વાયરસથી બચાવવા માટે સ્વીડિશ કિશોરી કાર્યકર્તા ગ્રેટા ધનબર્ગ સાથે હાથ મિલાવ્યો છે. પ્રિયંકા ચોપરાએ આ જાણકારી ટ્વીટ દ્વારા આપી છે.

પ્રિયંકા ચોપડાએ ટ્વીટમાં લખ્યું હતું કે,’વિશ્વવ્યાપી સંવેદનશીલ બાળકો પર કોવિડ -19ની અસર જોવાનું હૃદયદ્રાવક છે. હવે ખોરાકની તંગી, આરોગ્ય પ્રણાલીનો અભાવ, હિંસા અને શિક્ષણના અભાવનો સામનો કરે છે. આપણે તેમને સુરક્ષિત રાખવી પડશે, તે આપણા પર છે.

પ્રિયંકા ચોપડાએ આ સાથે એક લિંક શેર કરતાં લખ્યું કે, ‘યુનિસેફ અને ગ્રેટા થાનબર્ગની આ આવશ્યક પહેલ માટે દાન આપો. મને સપોર્ટ કરો.’ લોકો આ ટ્વીટ પર સતત પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસ પહેલેથી જ 15 સંસ્થાઓને દૈનિક વેતનઅને શ્રમિકોને મદદ માટે પગાર આપી પૈસાની સહાય કરે છે. આ ઉપરાંત તેમણે શાળાના બાળકો અને મહિલાઓને પણ આર્થિક મદદ કરી છે જેઓ રોગચાળાનો જોરશોરથી સામનો કરી રહ્યા છે.

તાજેતરમાં, તેમણે કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકના તબીબી કર્મચારીઓને 10,000 જોડી પગરખાં આપવાની જાહેરાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તાજા આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસની સંક્રમિત લોકોની સંખ્યા 37,336 પર પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 1,223 લોકોના મોત નીપજી ચુક્યા છે. તો બીજી તરફ 10,007 લોકો આ બીમારીને મ્હાત આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.