મનોરંજન

પોતાના સાસુ કરતા ઉંમરમાં ફક્ત આટલી નાની છે પ્રિયંકા ચોપડા, જોવામાં લાગે છે દેરાણી જેઠાણીની જોડી

પ્રિયંકા કરતા તો તેની સાસુમા વધુ સુંદર દેખાય છે, જુઓ તસ્વીરો

અભિનેત્રી પીરિયંકા ચોપડાએ પોતાનથી નાની ઉંમરના અમેરિકી ગાયક નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે એ વાત આપણે સૌ જાણીએ છીએ, નિક સાથે લગ્ન કરીને પ્રિયંકા અમેરિકામાં સ્થાયી થઇ ગઈ છે. હાલમાં જ પ્રિયંકાએ તેના સાસુ સાથે એક ફોટો શેર કરતા તેમને જન્મ દિવસની શુભકામના આપી છે.

પ્રિયંકાએ તેની સાસુ ડેનિસ જોનસને જન્મ દિવસની શુભેચ્છા આપતા લખ્યું છે કે: “જન્મ દિવસની શુભકામનાઓ મામા જે ! તમારો પ્રેમ અને દુલાર માટે આભાર. હું બહુ જ ખુશ છું કે અમને આ ખાસ દિવસ તમારી સાથે આજે અહીંયા ઉજવી શકીએ છીએ.”

પ્રિયંકા ચોપડા જ્યાં તેના પતિ નિક જોનાસ કરતા 10 વર્ષ મોટી છે ત્યાં તેની સાસુ કરતા ઉંમરમાં ફક્ત 16 વર્ષ જ નાની છે. ઘણીવાર જોતા આ બંને દેરાણી જેઠાણી હોય એમ લાગે છે. ડેનિસ 54 વર્ષની થઇ ગઈ છે તો પ્રિયંકા 38 વર્ષની થવાની છે. 18 જુલાઈના રોજ તેનો જન્મ દિવસ છે.

Image Source

પ્રિયંકાની સાસુ ડેનિસ દેખાવમાં પણ પોતાની વહુ પ્રિયંકાથી સહેજ પણ કમ નથી. તે એક શિક્ષિકા છે. તે બંનેને સાથે જોતા કોઈ એમ ના કહી શકે કે બંને સાસુ વહુ છે.

Image Source

ડેનિસ પ્રિયંકા અને નીકળી રિંગ સેરેમની વખતે ભારત આવી હતી. અને અહીંયા તેમને વેસ્ટર્ન ક્લચરના બદલે ભારતીય સંસ્કૃતિનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. ડેનિસ અહીંયા સાડી અને સલવાર સૂટ જેવા ભારતીય પરિધાનોમાં જોવા મળી હતી.

Image Source

આ પહેલા પ્રિયંકાની સગાઈની પાર્ટીમાં તેની સાસુએ પોતાની વેવાણ મધુ ચોપડા સાથે મળીને ખુબ જ પંજાબી ડાન્સ પણ કર્યો હતો જેનો વિડીયો પણ ડેનિસે શેર કર્યો હતો.

Image Source

નિક જોનાસ કુલ 4 ભાઈ છે. કેવિન જોનાસ (32 વર્ષ) સૌથી મોટો છે. એટલે કે પ્રિયંકા તેના જેઠ કરતા પણ 6 વર્ષ મોટી છે. ત્યારબાદ જો જોનાસ (30 વર્ષ), નિક જોનાસ (27 વર્ષ), અને ફ્રેન્કી જોનાસ (19 વર્ષ) છે. નીકની કોઈ બહેન નથી.

Image Source

ચારેય ભાઈ અમેરિકન સિંગર અને એકત્ર છે. સૌથી મોટા કેવિન જોનાસ અને તેના નાના ભાઈ જો જોનાસના લગ્ન થઇ ગયા છે. કેવિનની પત્નીનું નામ ડેનિયલ છે જયારે જોની પત્નીનું નામ સોફી ટર્નર છે. સોફી ટર્નર પ્રગ્નેટ છે અને જલ્દી જ તે મા બનાવની છે.

Image Source

પ્રિયંકા ચોપડા વર્ષ 2000માં મિસ વર્લ્ડ બની હતી. તે સમયે તેનો થવા વાળો પતિ નિક જોનાસ માત્ર 8 વર્ષનો હતો અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો.

Image Source

નિકનો જન્મ 16 ડિસેમ્બર 1992ના રોજ થયો હતો. પ્રિયંકા અને નિકની પહેલી મુલાકાત ટીવી સિરીઝ “ક્વોન્ટિકો”ના સેટ ઉપર એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. ત્યારબાદ તે 2017માં મેટ ગાલા ઇવેન્ટની અંદર હાથમાં હાથ પરોવી જોવા મળ્યા હતા.

Image Source

પ્રિયંકાના વરકફ્રન્ટની વાત કરીએ તો તે બહુ જ જલ્દી હોલીવુડ સ્ટાર કિયાનું રિવર્સની ફિલ્મ મેટ્રિક્સ 4માં પણ નજર આવવાની છે. આ ફિલ્મનું શૂટિંગ અમેરિકામાં ચાલી રહ્યું છે.