દેશી ગર્લ પ્રિયંકાએ એવું ફોટોશૂટ કરાવ્યું કે જોતા જ ચાહકો થયા પાગલ
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અમેરિકી સિંગર અને અભિનેતા નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ ખુબ જ લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. તે બંનેના રોમાન્સની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે, પરંતુ હાલમાં જ પ્રિયંકાનું એક લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે.

વાયરલ થઇ રહેલા આ ફોટોશૂટની અંદર પ્રિયંકાનો લુક જોવા જેવો છે. ડ્રેસ જ નહીં પરંતુ પ્રિયંકાની હેરસ્ટાઇલ પણ ખુબ જ અલગ નજર આવી રહી છે. મેકઅપ અને ફંકી સ્ટાઈલની અંદર પ્રિયંકા ખુબ જ સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ પ્રિયંકા પોતાના પતિ નિક સાથે લંડનમાં કોઈ કામ માટે ગઈ હતી, પરંતુ લંડનની અંદર ફરીથી લોકડાઉન લાગી જવાના કારણે તે ત્યાં જ ફસાઈ ગયા હતા.

પ્રિયંકા પોતાની દરેક તસ્વીરમાં એક નવા જ અંદાજમાં જોવા મળી રહી છે. દરેક આઉટફિટની અંદર તે ખુબ જ સુંદર લાગે છે. મેસી હેરસ્ટાઇલ, પીળા ગુલાબી ડ્રેસ અને કાતિલ સ્માઈલથી તે ચાહકોને પોતાના દીવાના બનાવવામાં કામિયાબ રહે છે.

તો બ્લેક એન્ડ વ્હાઇટ ફ્રન્ટ કટ શોર્ટ ડ્રેસમાં પણ તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તો બીજી એક તસ્વીરની અંદર તે સ્ટાઈલિશ ડ્રેસની અંદર ખુરશીમાં બેઠેલી જોવા મળી રહી છે.

તો બીજા એક પોઝની અંદર તે ખુબ જ સીરિયસ દેખાઈ રહી છે, પરંતુ પ્રિયંકાનો આ અંદાજ પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તો એક ગ્રીન આઉટફિટ વળી તસ્વીરની અંદર પણ તે ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી છે.

તો બીજી એક તસ્વીરની અંદર તે પ્રિટેન્ડ ડ્રેસ અને લાલ રંગના ફરી સૂઝમાં ખુબ જ આકર્ષક લાગે છે. પ્રિયંકાની આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ તસ્વીરોને પ્રિયંકાએ જ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે.