પ્રિયંકા ચોપડા પોતાની ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચાઓમાં રહે છે. હવે પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. પ્રિયંકાની આ તસ્વીર વધુને વધુ વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં પ્રિયંકા બિઝનેસ કેઝ્યુઅલ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા પ્રિયંકાના ફોર્મલ સૂટ પર ચપ્પલ પહેરવાની થઇ રહી છે.
અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે સ્ટાઇલ સાથે કમ્ફર્ટને ધ્યાનમાં રાખતા વર્ક ફ્રોમ હોમ ફેશનને ડિઝાઇન કરી છે. અભિનેત્રીને તાજેતરમાં તેની વર્ચ્યુઅલ મિટિંગ માટે એક પાયજામા અને સ્માર્ટ ઓફ-વ્હાઇટ બ્લેઝર અને પીચ ટોપ સાથે દેખવામાં આવી. પ્રિયંકાએ પોતાના વર્ક ફ્રોમ હોમ લૂકની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ લુકમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ સૌથી વધુ ધ્યાન પ્રિયંકાની ચપ્પલ તરફ જઇ રહ્યું છે.
View this post on Instagram
કોરોના વાયરસને કારણે, બધા લોકો પોતપોતાના ઘરે છે. પ્રિયંકા પણ ઘણા સમયથી ઘરે છે અને તે ઘરેથી જ પોતાનું કામ કરી રહી છે. એવામાં દેખીતું છે કે તે ઘરે હીલ્સ અથવા શૂઝ તો નહિ પહેરે. પ્રિયંકા ચોપરાના આ લુકની ઘણી ચર્ચા થઇ રહી છે. પ્રિયંકાના લુકના ચાહકો વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
બે તસ્વીરો શેર કરીને પ્રિયંકાએ લખ્યું, “ઝૂમ મીટિંગ લૂક”. અભિનેત્રીએ તેના લૂક સાથે હલકો મેકઅપ કર્યો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં, પ્રિયંકાએ પતિ નિક જોનસ સાથે તેની પહેલી ડેટની તસ્વીર શેર કરી હતી. પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા પર થોડા વર્ષો પહેલા ડોજર્સ સ્ટેડિયમમાં બંનેની તસ્વીર પોસ્ટ કરી હતી.
View this post on Instagram
આ તસ્વીરો સાથે, પ્રિયંકાએ લખ્યું, “આજથી બે વર્ષ પહેલા, અમે અમારી પ્રથમ તસવીર એક સાથે લીધી હતી. ત્યારથી દરરોજ તમે મારા માટે અનંત ખુશી અને આનંદ લાવ્યા છો. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું નિક જોનસ. આપણા જીવનને એક સાથે મળીને આટલું અસાધારણ બનાવવા બદલ આભાર.” આના પર નિકે પણ પ્રતિક્રિયા આપી, “મારા જીવનના બે શ્રેષ્ઠ વર્ષ. હું તમને પ્રેમ કરું છું.”
View this post on Instagram
જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા હાલમાં તેના પરિવાર સાથે અમેરિકામાં છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આ પહેલા પણ પ્રિયંકાએ ઘણી તસ્વીરો શેર કરી છે અને તે તેના પેટ ડોગ જીન અને ડાયનાના ફોટા પણ શેર કરતી રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.