પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે 16 સપ્ટેમ્બરે તેના 27માં જન્મદિવસની ઉજવણી કરી હતી. પ્રિયંકા ચોપરાએ પણ પતિ નિક જોનાસના બર્થડેને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી ના હતી.
પ્રિયંકાએ નીકને એક ખાસ રીતે બર્થડે વિશ કર્યું હતું. પ્રિયંકાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો શેર કરીને બર્થડે વિશ કર્યું હતું. જેમાં પ્રિયંકા અને નિકના લગ્નથી લઈને અત્યાર સુધીની સફર નજરે આવી હતી.
View this post on Instagram
Unseen via @joejonas instagram ❤ #Priyankachopra #Nickjonas #Nickyanka #mrandmrsjonas
પ્રિયંકા અને નિકે સાથે વિતાવેલા બધા જ પળનો સમાવેશ થાય છે. વિડીયોની સાથે પ્રિયંકાએ કેપ્સન લખ્યું હતું. જેમાં લખ્યું હતું કે. તું મારી જિંદગીની રોશની છે. તારી સાથે વિતાવેલો દરેક દિવસ પહેલાથી બહેતર હોય છે. તને દુનિયાની બધી ખુશી મળે. સૌથી વધુ પ્રેમ કરવા વાળો માણસ છે. મારો બનવા માટે આભાર. હેપ્પી બર્થડે જાન. આઈ લવ યુ નિક જોનાસ.
પ્રિયંકાની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે. આ વીડિયોને અત્યાર સુધી 35 લાખથી વધુ વ્યુ મળી ગયા છે. પ્રિયંકાની આ પોસ્ટ પર નાઇકી કમેંટ કરીને દિલવાળી ઈમોજી શેર કરી છે. તો અભિષેક બચ્ચને પણ નીકને બર્થડે વિષ કર્યું હતું.
તો નિકના બર્થડેની એક ફોટો વાયરલ થઇ છે. આ તસ્વીરમાં પ્રિયંકા નિકના ખંભા પર માથું રાખીને કેકને જોતી નજરે ચડે છે. પ્રિયંકાએ નિકના જન્મદિવસ પર આલ્કોહોલ બ્રાન્ડ વીલા વન બોટલ જેવી કેક બનાવી છે.
પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’ 11 ઓક્ટોબરે રિલીઝ થશે. પ્રિયંકાએ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં પ્રિયંકા ફરહાન અખ્તર સાથે જોવા મળશે.
View this post on Instagram
@nickjonas and @priyankachopra in NYC today. #Nickjonas #Priyankachopra #Nickyanka #mrandmrsjonas
થોડા દીવસ પહેલા આ ફિલ્મનું સ્ક્રિન્ગ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. આ દરમિયાન દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી હતી. લોકોનો આટલો સારો રિસ્પોંસન જોઈને પ્રિયંકા ઈમોશનલ થઇ ગઈ હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks