લોકડાઉનના સમયમાં, ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ કામ અટકી પડયા છે, ત્યારે તમામ હસ્તીઓ તેમના ઘરે સમય પસાર કરી રહી છે. એવામાં પ્રિયંકા ચોપરાના ઘરેથી એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે.
અભિનેત્રી પ્રિયંકા ચોપડા ખૂબ જ જલ્દી કાકી બનવા જઈ રહી છે. વાત એમ છે કે પ્રિયંકાની જેઠાણી એટલે કે નિક જોનાસના મોટા ભાઈ, જોની પત્ની સોફી ટર્નર પ્રેગ્રેન્ટ છે. પ્રથમ વખત બેબી બમ્પ ફ્લોન્ટ કરતી સોફી ટર્નરની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ પણ થઈ રહી છે.

છેલ્લા ઘણા સમયથી સોફીની પ્રેગ્નન્સીની ચર્ચાઓ થઇ રહી હતી, પણ આ વાતની કોઈ પુષ્ટિ થઈ શકી ન હતી. જોનાસ પરિવાર તરફથી પણ આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યારે હવે પહેલીવાર જ તે જો સાથે બેબી બમ્પ ફ્લોપ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
જે તસ્વીરો સામે આવી છે તેમાં તે પતિ અને પૉપ સિંગર જો જોનાસનો હાથ પકડીને વોક કરતી જોવા મળી. પતિ પણ ખૂબ જ કાળજીપૂર્વક તેને સાથે લઈને ચાલી રહ્યા છે. આ દરમિયાન બંનેએ માસ્ક પહેર્યા છે. જો જોનાસ અને સોફી ટર્નરની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સોફીની આ તસ્વીરો સામે આવતાની સાથે જ બધાએ એને અને જોને અભિનંદન પાઠવ્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, અચાનક સમાચાર આવ્યા હતા કે સોફી ચાર મહિનાથી ગર્ભવતી છે અને ટૂંક સમયમાં જ જોના બાળકને જન્મ આપશે. જો કે, સોફી અને જો સહીત આખા પરિવારે આ ખબરો પર અત્યાર સુધી મૌન ધારણ કર્યું છે. જોકે હવે તસ્વીરો સામે આવતા જ બધું સ્પષ્ટ થઈ ગયું છે. જલ્દી જ પ્રિયંકા ચોપડા કાકી બનશે. જણાવી દઈએ કે સોફી ટર્નર ફક્ત 24 વર્ષની છે.
View this post on Instagram
જણાવી દઈએ કે વર્ષ 2016માં સોફી અને જોએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી, ત્યારબાદ ગયા વર્ષે મે મહિનામાં બંનેએ લાસ વેગાસમાં લગ્ન કર્યા હતા. આ પછી, ફ્રાન્સમાં તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં બંનેએ બીજા લગ્ન કર્યા હતા.
સોફી અને પ્રિયંકા વચ્ચે પણ ખૂબ જ સરસ બોન્ડિંગ છે અને બંને સોશિયલ મીડિયા પર એક સાથે તસ્વીરો પણ શેર કરે છે અને ફેમિલી વેકેશન પર પણ જાય છે. એમ તો સોફી પ્રિયંકાની જેઠાણી છે, પરંતુ તે તેના કરતા લગભગ 13 વર્ષ નાની છે. પ્રિયંકાએ વર્ષ 2018માં જ જો જોનાસના નાના ભાઈ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે.
પ્રિયંકા ચોપરા તેના બર્થડેની મિયામીમાં બર્થડે વીકની શાનદાર ઉજવણી કરી હતી. ત્યારથી તે મિયામીમાં જ નજરે ચડે છે. થોડા દિવસ પહેલા પ્રિયંકાની સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી હતી. ત્યારે હવે પ્રિયંકા મિયામીમાં શોપિંગ કરવા પહોંચી તો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.
બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને સોફી ટર્નર વચ્ચે દેરાણી-જેઠાણીના સંબંધ જ નથી, પરંતુ બન્ને એકબીજા બેસ્ટફ્રેન્ડ છે. પ્રિયંકા ચોપરા અને સોફી ટર્નર એકબીજા સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરતી રહે છે. બન્નેના ફોટો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.
ત્યારે હાલમાં જ પ્રિયંકા અને સોફી ટર્નર તેની ગર્લ ગૅંગ સાથે બ્યુટી સ્ટોરમાં પરફ્યુમ ખરીદતી નજરે ચડે છે. પ્રિયંકા એન સોફી ટર્નર તેની ગર્લ ગેંગ સાથે શોપિંગ કરવાની સાથે-સાથે એન્જોય કરતી નજરે ચડે છે.
આ વાયરલ થયેલા ફોટોમાં પ્રિયંકાએ વ્હાઇટ અને બ્લુ ફ્લોરલ પ્રિન્ટેડ આઉટફિટ પહેર્યા છે. પ્રિયંકાએ વ્હાઇટ અને બ્લુ આઉટફિટ સાથે વ્હાઇટ હિલ્સ સેન્ડલ્સ અને વ્હાઇટ હેન્ડ બેગ કેરી કર્યું હતું. પ્રિયંકા તેના આ લુકમાં પહેલાની જેમ બહુજ ખુબસુરત લાગી રહી હતી. પ્રિયંકાના આ લુકને પણ લોકોએ બહુજ પસંદ કરે છે. તો સોફી ટર્નર મિલિટ્રી ગ્રીન શોર્ટ્સ અને શર્ટ પહેરેલી નજરે આવી હતી. સોફિએ તેના આ લુક સાથે સિલ્વર સિન્કર્સ કેરી કર્યા હતા.
થોડાક પહેલા પ્રિયંકા અને સોફીની સ્વિમિંગ પુલની બહાર હોટ તસ્વીરો સામે આવી હતી. આ તસ્વીરોમાં પ્રિયંકા ચોપરા બ્રાઉન રંગની મોનોકીનીમાં જોવા મળી હતી. તો સોફી બિકીનીમાં નજરે આવી હતી. પ્રિયંકા અને સોફી સાથે તેનો પેટ ડોગ પણ હતો.
પ્રિયંકા ચોપરા અને તેની જેઠાણી સોફી ટર્નર સાથે સ્ટ્રોંગ બોનસ શેર કરતી નજરે ચડે છે. પ્રિયંકા અને સોફી બન્ને સ્વીમ શૂટમાં નજરે આવ્યા હતા. પ્રિયંકા અને સોફિની દોસ્તી વધારે થઇ ગઈ છે. બન્ને વારંવાર એક બીજા સાથે એન્જોય કરતા નજરે ચડે છે. ત્યારે હવે મિયામીમાંથી પ્રિયંકા અને સોફી ટર્નરના ફોટો સામે આવ્યા છે.
આ ફોટોમાં પ્રિયંકા Max Mara Angola કંપનીની બ્રાઉન કલરની મોનોકોની અને સોફી બિકીનીમાં તેના મિત્રો સાથે એન્જોય કરતી નજરે ચડે છે. પ્રિયંકાએ આ મોનોકોની સાથે હાય હેર બન અને સન ગ્લાસીસમાં બોલ્ડ લાગી રહી છે.સોફી ટર્નરની વાત કરવામાં આવે તો સોફિયાએ ગ્રીન કલરની બિકીની પહેરી સાથે નો મેકઅપ અને હાઈ હેર સાથે નજરે ચડે છે. આ લુકમાં સોફી ઘણી ફ્રેશ અને સ્ટનિંગ લાગી રહી છે.આ દરમિયાન સોફી તેના પાલતુ કુતરાને ખોળામાં લઈને પણ નજરે ચડી હતી. હાલમાં જ સોફી ટર્નર અને જો જોનાસે શાનદાર અંદાજમાં બીજી વાર લગ્ન કર્યા હતા.સોશિયલ મીડિયામાં પ્રિયંકા અને સોફી ટર્નરની હોટ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.