જોનસ પરિવાર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચિત બન્યો છે. પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાણી જો જોનસ અને સોફી ટર્નરે શનિવારે ફ્રાન્સના પેરિસમાં બીજીવાર લગ્ન કરી લીધા છે. આ દરમ્યાન આખો જોનસ પરિવારે પેરિસમાં લગ્નની સેરેમની એન્જોય કરતો જોવા મળ્યો.
ક્રિશ્ચન વિધિ-વિધાન સાથે થયેલા આ લગ્નમાં બધા જ આધુનિક પરિધાનમાં જોવા મળ્યા ત્યારે દેસી ગર્લ પ્રિયંકા ચોપરા પારંપરિક પરિધાનમાં જોવા મળી હતી. આ લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો સામેલ થયા હતા. લગ્નના કેટલાક સમય પહેલાથી જ આખો જોનસ પરિવાર પેરિસ પહોંચી ગયો હતો અને લગ્નની કેટલાક વિધિઓ કરી હતી.
View this post on Instagram
આ લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. નવવિવાહિત દંપતી સિવાય આ લગ્નમાં બધાની જ આંખો પ્રિયંકા ચોપરા પર ટકેલી હતી. પ્રિયંકા ચોપરાએ પોતાના આ સ્ટનિંગ દેશી ગર્લ લૂકથી બધાનું જ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.
જેઠના લગ્નમાં પ્રિયંકા ચોપરાએ આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી, અને સાથે જ તેને વાળમાં બન બનાવીને ગુલાબ લગાવ્યા હતા. આ સાથે તેને હલકી ઝવેરી પહેરી હતી ત્યારે નિકે બ્લેક ટક્સીડો સૂટ પહેર્યું હતું. આ લૂકમાં પ્રિયંકા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.
પ્રિયંકાએ આ લૂક સાથે તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું. નિક આ લગ્નમાં મોટાભાગે પત્ની પ્રિયંકાને કંપની આપતા જોવા મળ્યા હતા. નિક અને પ્રિયંકાએ પરિવાર સાથે ફોટોઝ ક્લિક કરાવી હતી આ સિવાય પ્રિયંકાએ દેશી લૂકમાં પોતાનું ફોટોશૂટ પણ અલગથી કરાવડાવ્યું હતું.
જો જોનસ અને સોફી ટર્નરના લગ્ન પેરિસના એક શાહી મહેલમાં થયા, 18મી સદીમાં બનેલા આ મહેલમાં રોકવાનો એક રાતનો ખર્ચ લગભગ 3.21 લાખ રૂપિયા છે. જણાવી દઈએ કે સોફી અને જો લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહયા હતા. આ પછી બંનેએ મે મહિનામાં ચુપચાપ લગ્ન કરી લીધા હતા, જેમાં માત્ર નજીકના લોકો જ હાજર રહયા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks