હોલીવુડ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશાં કોઈકને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તે પોતાના સંબંધો વિશે પણ ખુલ્લેઆમ વાત કરવામાંથી પાછી નથી હટતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન બાદ પ્રિયંકા પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચાઓ પણ થતી જ રહે છે. પણ પ્રિયંકાએ અત્યાર સુધી આવી બધી જ ખબરોને નકારી કાઢી છે. પણ હવે એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ પોતાના પ્રેમ, પરિવાર અને લગ્ન વિશે ખુલીને વાત કરી છે.
એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું કે ‘અત્યારે મારો ફ્યુચર પ્લાન ઘર શોધવાનો છે. બાળકો પેદા કરવાનો છે. મારા માટે ઘર એ છે જ્યાં એ લોકો મારી સાથે રહે જેમને હું પ્રેમ કરું છું. પ્રિયંકા પાસે પહેલાથી જ મુંબઇ અને ન્યૂયોર્કમાં ઘરો છે, પરંતુ તે કહે છે કે આ બંને શહેરોમાં ઊંચી-ઊંચી ઇમારતો છે અને જગ્યાનો અભાવ છે જ્યારે લોસ એન્જલસમાં જગ્યાની કોઈ કમી નથી.’
પ્રિયંકા કહે છે કે ‘હું મારા મકાનમાં પૂલ અને બેકયાર્ડ બનાવવા માંગુ છું. લોસ એન્જલસનો બીચ અને હવામાન તેને મુંબઈની યાદ અપાવે છે. હું ચોક્કસપણે આવતા દસ વર્ષમાં એક બાળક ઈચ્છું છું.’
પ્રિયંકાએ બેબી-પ્લાનિંગને સમજાવતા કહ્યું કે ‘એક એવું વસ્તુ છે જે હું હંમેશાથી ઈચ્છું છું. બેબી પ્લાન પર નિક જોનાસ સાથે લગ્ન પહેલા કહ્યું હતું કે પોતાનો પરિવાર બનાવવાનું મારું લક્ષ્ય હતું. હવે હું ઈચ્છું છું કે આ થાય.’
View this post on Instagram
Best use of a vacation. The hubby taking pictures. Lol 😝 📷@nickjonas 👙 ☀️ 🍸 💏
ફિલ્મોની વાત કરી તો પ્રિયંકા જલ્દી જ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મ જોયા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે ઝાયરા વસીમ અને ફરહાન અખ્તર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.