બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈએ પ્રિયંકા ચોપરાએ તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ પ્રસંગે તેના પતિ નિક જોનાસે બેહદ સુંદર પોસ્ટ લખીને બંનેની તસવીર શેર કરી હતી. હંમેશાં ફેશનેબલ દેખાતા આ તસ્વીરમાં પ્રિયંકા ખૂબ જ સુંદર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ માટે નિક જોનાસે તેમના માટે એક ખાસ મેસેજ લખ્યો હતો. પ્રિયંકા ચોપરાના બર્થડે પર સૌથી વિશેષ વિશ તેમના પતિ નિક જોનાસએ કરી હતી.
હવે પ્રિયંકા ચોપરાએ બીજી પોસ્ટ લખીને તેના પતિ નિક જોનાસનો આભાર માન્યો છે. પ્રિયંકાએ જે તસવીર શેર કરી છે તેમાં નિક પાછળથી તેને કિસ કરતો જોવા મળી રહ્યો છે. પ્રિયંકાએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મારા જીવનની સૌથી મોટી ખુશી આજના દિવસે બે વર્ષ પહેલાં તમારી સાથે લગ્ન કરવાનું કહ્યું હતું.
હું ત્યારે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી પરંતુ તે દિવસ પછી દરરોજ હું હા પાડીશ. તમે આ વિકેન્ડ યાદગાર બનાવી છે. મને હંમેશા વિચારવા માટે આભાર. હું દુનિયાની સૌથી ભાગ્યશાળી છોકરી છું, હું તમને ખૂબ પ્રેમ કરું છું. ‘
View this post on Instagram
યાદ કરાવી દઈએ કે, નિકે પ્રિયંકાના જન્મદિવસ પર તેના સાથે રોમેન્ટિક ફોટો શેર કરતી વખતે નિકે લખ્યું હતું કે ‘હું આજીવન તમારી આંખોમાં ડોકી શકું છું. આઈ લવ યુ બેબી, તું હોશિયાર, નચિંત અને શ્રેષ્ઠ વ્યક્તિ છે જેની મને ક્યારેય મુલાકાત થઈ છે. હું ખૂબ આભારી છું કે અમે એકબીજાને મળીએ છીએ. હેપી બર્થડે બ્યુટીફૂલ. ‘
View this post on Instagram
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો આ ફોટો ફેન્સ સહિત સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. કમેન્ટ દ્વારા એક્ટ્રેસની પ્રશંસા પણ કરી રહી છે. નિક જોનાસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પ્રિયંકા ચોપરા સાથે તેના અવારનવાર ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ શેર કરે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશના બરેલીની રહેતી પ્રિયંકા ચોપડાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી પ્રિયંકાએ ફિલ્મો તરફ વળી હતી. 2002માં પ્રિયંકાએ તમિલ ફિલ્મ ‘થમીજહાં’થી એક્ટિંગની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ બોલિવૂડથી હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી લીધી છે. 2018માં પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિતકરી દીધા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.