દેશી ગર્લ પ્રિયંકા ચોપડાને તેના વિદેશી પતિ જોનાસે આપી ખુબ જ શાનદાર ભેટ, ખુશ થઈને પ્રિયંકા બોલી “દુનિયાનો બેસ્ટ હસબન્ડ”

પ્રિયંકા ચોપડા બોલિવૂડથી દૂર આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. જ્યારથી દેશી ગર્લ વિદેશી વહુ બની છે ત્યારથી ભારતમાં તેની હાજરી ઓછી છે. આમ છતાં તેના ચાહકોની કોઈ કમી નથી. અભિનેત્રીની પોસ્ટ શેર કરતાની સાથે જ તે ઝડપથી વાયરલ થઈ જાય છે. પ્રિયંકા ચોપડા પણ તેના ફેન્સને તેના જીવન સાથે જોડાયેલ દરેક અપડેટ આપે છે. શનિવારે પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. તેણે ચાહકોની સામે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

પ્રિયંકા ચોપડાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તે શાનદાર કારમાં બેઠેલી જોવા મળી રહી છે. કાર પર શ્રીમતી જોનાસ લખેલું છે. તેણે સિલ્વર ગ્રે કલરની કાર સાથે મેળ ખાતો આઉટફિટ પહેર્યો છે. બ્લેક સનગ્લાસ પહેરીને તે સ્ટાઇલમાં ડ્રાઇવિંગ કરતી વખતે પોઝ આપી રહી છે. આ તસવીર દ્વારા તેણે તેના ફેન્સને પતિ નિક જોનાસે આપેલી ખાસ ભેટ બતાવી છે.

વાસ્તવમાં પ્રિયંકા જે કાર પર બેઠી છે તે કાર તેને તેના પતિએ ગિફ્ટ કરી છે. આ તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું, “હવે આ રાઈડ નથી. મને હંમેશા મદદ કરવા બદલ નિક જોનાસનો આભાર. શ્રેષ્ઠ પતિ.’ પ્રિયંકા પોતે આ કાર ચલાવવા જઈ રહી છે. આ તસવીર પર ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘કૂલ કાર.’ એકે લખ્યું હતું, ‘આ શાનદાર ગાડીની મજા લો’

નિકે આ કાર પ્રિયંકા ચોપરાને તેના શૂટિંગ સેટ પર જવા માટે આપી છે. નિકે પ્રિયંકાને આ ગિફ્ટ એટલા માટે આપી છે જેથી પ્રિયંકાને સેટ પર જવામાં કોઈ તકલીફ ન પડે અને તે રાઈડનો આનંદ માણી શકે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. દરરોજ, બંને એકબીજાને ડેટ કરતા અથવા પૂલમાં ચિલ કરતા જોવા મળે છે.

પ્રિયંકા અને નિક જોનાસ તાજેતરમાં સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છે. મધર્સ ડે પર તેમની પુત્રી હોસ્પિટલમાંથી ઘરે આવી હતી. અભિનેત્રીએ તેની પુત્રીની સુંદર તસવીર શેર કરતી વખતે તેના હૃદયની વાત લખી હતી. જો કે તેણે  તેની એન્જલનો ચહેરો બતાવ્યો નથી. ચાહકો તેમની પુત્રીની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

Niraj Patel