કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને લોકો અત્યારે પોતાના ઘરોમાં જ બંધ છે ત્યારે મોટાભાગના લોકો અત્યારે ઘરોમાં જ પોતાને ગમતું કામ કરી રહયા છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપડાએ તેના પતિ નિક જોનસની નવી આદત વિશે જણાવ્યું છે, જેને લઈને આજકાલ તે ખૂબ ઉત્સાહિત છે. જણાવી દઈએ કે પ્રિયંકા હાલમાં વિદેશમાં છે અને તે તેના સાસરિયાઓ સાથે સમય વિતાવી રહી છે. પ્રિયંકા આજકાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે.
View this post on Instagram
વાત એમ છે કે નિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના મિત્રો સાથે સારો સમય ગાળતો દેખાઈ રહ્યો છે. આમાં એની એક ખાસિયત જોવા મળી રહી છે. એ ખાસિયત એ છે કે તે કોફી પર વિવિધ ડિઝાઇન બનાવતા દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં, તેઓ ઘણી વધારે કોફી પિતા પણ દેખાઈ રહયા છે.
પ્રિયંકા પણ પતિની આ આદતને લઈને રિએક્શન આપવામાં પાછળ નથી રહી. જ્યારે તે નિકને કોફી માટે પૂછે છે તો એ ના નથી પડતા. એના પર પ્રિયંકા એના કોફી ઓબ્સેશનને લઈને આંખો ફેરવતી જોવા મળી રહી છે.
View this post on Instagram
હાલમાં જ પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે તે લગભગ બે મહિના પછી ઘરની બહાર નીકળી છે. તેને ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તે ચહેરા પર માસ્ક લગાવેલી દેખાઈ રહી હતી. આ ફોટો પર તેણે કેપ્શન લખ્યું હતું – આંખો ક્યારેય મૌન નથી હોતી.
View this post on Instagram
જણાવી દઈએ કે પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક સાથે 2018માં જયપુરમાં ક્રિશ્ચિયન અને હિન્દુ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. લગ્ન ઉમૈદ ભવન પેલેસ ખાતે થયા હતા.
View this post on Instagram
પ્રિયંકા તાજેતરમાં પતિ નિક સાથે કોરોના વાયરસ માટે ફંડ એકત્ર કરવા માટે એક લાઈવ કોન્સર્ટમાં જોવા મળી હતી. તે અગાઉ લેડી ગાગા દ્વારા આયોજિત લાઇવ કોન્સર્ટમાં પણ ભાગ લઈ ચુકી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.