મનોરંજન

નેપોટીઝમ પર બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી દેશી ગર્લ પ્રિયંકા, કહ્યું મારી સાથે

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો એકવાર ફરી ગરમાયો છે. જો કે આ મુદ્દો ઇન્ડસ્ટ્રી માટે નવો નથી, આ પહેલા પણ આ મુદ્દા ઉપર ઘણીવાર ચર્ચાઓ થઇ છે અને ઘણા સ્ટાર્સના જવાબો પણ સામે આવી ગયા છે. પરંતુ સુશાંતની આત્મહત્યા બાદ ફરી એકવાર આ મુદ્દા ઉપર ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. આ બધા વચ્ચે પ્રિયંકા ચોપડાનો પણ એક જૂનો વિડીયો સામે આવ્યો છે જેમાં પ્રિયંકા બૉલીવુડ અને મેપોટિઝ્મના મુદ્દા ઉપર ખુલીને પોતાની રાય આપી રહી છે. આ વિડીયો ખુબ જ જૂનો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપડા એ અભિનેત્રીઓમાં છે જે દરેક મુદ્દા ઉપર પોતાની રાય ખુલીને આપે છે. આ જુના વીડિયોની અંદર પણ સ્પષ્ટ રીતે નેપોટિઝ્મ ઉપર પોતાની રાય આપી રહી છે. આ વિડીયો ન્યુયોર્કની કોઈ સમિતિ દરમિયાનનો છે. જેમાં પ્રિયંકા કહી રહી છે કે “નેપોટિઝ્મ અને બૉલીવુડ સાથે સાથે ચાલી રહ્યા છે. પરંતુ પાછળ કેટલાક વર્ષોમાં એવા કલાકારો પણ આવ્યા છે જે આને તોડવામાં સફળ રહ્યા છે. આ કલાકારોએ પોતાની અલગ ઓળખ બનાવી છે. જે હું પણ કરવાનો પ્રયત્ન કરી રહી છું.”

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

બોલીવુડમાં એન્ટ્રી કરવા સાથે પોતાના શરૂઆતના દિવસોને યાદ કરીને પ્રિયંકાએ કહ્યું કે: “મારા માટે આ બહુ જ કઠિન હતું, હું અહીંયા કોઈને નહોતી ઓળખતી. જયારે મેં અહીંયા પગ મુક્યો ત્યારે અહીંયા દરેક કોઈ એકબીજાના સારા મિત્રો હતા. હું નેત્વર્કીંગમાં વધારે સારી નહોતી, ના વધારે પાર્ટીમાં જતી હતી. મારા માટે પણ થોડું મુશ્કેલ હતું, પરંતુ મેં સચ્ચાઈને સ્વીકારી કે મારા આ બધી વસ્તુઓથી ડરવાનું નથી.”

 

View this post on Instagram

 

A post shared by Pageant and Glamour | India 🇮🇳 (@pageantandglamour) on

પ્રિયંકાએ રડતા રડતા જણાવ્યું કે: મને કેટલીક ફિલ્મોમાંથી એટલા માટે કાઢી નાખવામાં આવી હતી કે કોઈએ બીજી અભિનેત્રીની સિફારિશ કરી હોય,આવુ થવા ઉપર હું ઘણું રડતી હતી બાદમાં મેં મારી જાતે જ આ બધા ઉપર કાબુ મેળવી લીધો હતો.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.