અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જૉનસ લગ્ન પહેલાથી જ ચર્ચામાં રહેલા છે. એવામાં લગ્ન પછી આ જોડીની લોકપ્રિયતામાં ઘણો વધારો થઇ ગયો છે. પ્રિયંકા-નિક ઇન્ડસ્ટ્રીના ગ્લેમર અને રોમેન્ટિક જોડીમાંના એક છે.
તેના વેકેશનથી લઈને દરેક નાની નાની બાબતો પણ લાઇમલાઇટમાં છવાયેલી રહે છે. એવામાં એક બાબત સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થયેલી છે. અમુક દિવસો પહેલા જૉનસ બ્રધર્સએ એટલાન્ટામાં એક કૉન્સર્ટ પરફોર્મ કર્યું હતું. આ કોન્સર્ટના વિડીયો તે સમયે ખુબ વાઇરલ થયા હતા.
View this post on Instagram
Best travel buddy ever..hello Delhi.. so good to be back.. ❤️🇮🇳💋 @nickjonas
પ્રિયંકા ચોપરા પણ આ કોન્સર્ટમાં પહોંચી હતી અને જૉનસ બ્રધર્સ સાથે ખુબ એન્જોય કરી રહી હતી. પણ આ વચ્ચે એક એવી ઘટના બની કે જે ખુબ જ હેરાન કરી દેનારી હતી.
કોન્સર્ટના દરમિયાન નિકની એક મહિલા ફૈનએ પોતાની દીવાનગીની હદ જ પર કરી નાખી હતી. વાત કંઈક એવી છે કે મહિલા ફૈનએ ઉત્સાહમાં આવીને પોતાની બ્રા નિક તરફ ફેંકી દીધી હતી જો કે તે નિક સુધી પહોંચી ન શકી અને પ્રિયંકાની પાસે જઈને પડી.

એવામાં ત્યાં લોકોને હેરાની ત્યારે લાગી જ્યારે પ્રિયંકાએ જાતે જ આ બ્રા ઉઠાવી અને હવામાં લહેરાવવા લાગી અને બ્રા ને લઈને સ્ટેજ સુધી ચાલીને નિક સુધી પહોંચાડી હતી.

આ ઘટના પર નારાજ થવાને બદલે પ્રિયંકાએ તેને ખુબ જ સરળતાથી સંભાળી હતી અને નિક સુધી ફૈનનો મેસેજ પહોંચાડ્યો. આ ઘટનાનો વિડીયો પણ એક સમયે સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો હતો.

પ્રિયંકાએ આ ઘટનાનો વીડીયો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરતા કૈપ્શનમા લખ્યું કે,”પતિ માટે ફૈનનો મેસેજ લીધો અને તેને નિક સુધી પહોંચાડિને હું ખશ છું”. આ સિવાય પ્રિયંકાએ જૉનસ બ્રધર્સ સાથેની તસ્વીર શેર કરતા લખ્યું કે,”પહેલી વાર જૉનસ બ્રધર્સના શો માં અને તે દ્દભુત હતું. મને આ બધા પર ખુબ જ ગર્વ છે”. શેર કરેલી તસ્વીરમાં પ્રિયંકા-નિકના સિવાય નિકના ભાઈઓ કેવિન જૉનસ અને જો જૉનસ પણ દેખાઈ રહ્યા છે.
View this post on Instagram
તેના સિવાય એક અન્ય વડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં નિક પ્રિયંકા સાથે પોતાના પ્રેમને જાહેર કરતા જોવામાં આવ્યા હતા. કોન્સર્ટના દરમિયાન નિક ગીત ગાતા ગાતા વચ્ચે માઈક પર પ્રિયંકાને I love you priyanka કહેતા જોવામાં આવ્યા હતા.
View this post on Instagram
My first Oscars! Good luck to all of tonight’s nominees! You’ve already won! #throwback
વર્ક ફ્રન્ટની વાત કરીયે તો પ્રિયંકા હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિન્ક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા પ્રિયંકા ત્રણ વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ ખાસ કિરદારમાં છે. ફિલ્મને સોનાલી બૉસ ડાયરેક્ટ કરી રહ્યા છે.
જુઓ પ્રિયંકાનો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.