ફેન્સને શરમ આવી જાય એવા કપડાં પહેરીને પ્રિયંકાએ મચાવી ધમાલ, તસવીરો જોઈ વિદેશી પતિ પણ..જુઓ PHOTOS
બોલીવુડની દેશી ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. ખાસ કરીને પ્રિયંકા તેની ફેશનેબલ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે, આ ઉપરાંત પતિ નિક સાથે રોમાન્ટિક તસવીરોને લઈને પણ અવાર નવાર ચર્ચામાં આવતી હોય છે, પરંતુ આ દરમિયાન પ્રિયંકાની યૉટમાં મજા માણતી તસવીરો સામે આવી છે.
પ્રિયંકા છેલ્લા કેટલાક મહિનાથી પોતાની આવનારી વેબ સિરીઝ “સિટાડેલ”ના શૂટિંગમાં વ્યસ્ત છે. લંડનમાં શૂટિંગના લાંબા શિડ્યુલ બાદ અભિનેત્રી હવે સ્પેનમાં શૂટિંગ કરી રહી છે. પ્રિયંકા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને જેના કારણે ચાહકોને પણ તેના રોજ બરોજના કામ વિશેની જાણકારી મળતી રહે છે.
શૂટિંગ વચ્ચે પ્રિયંકાએ પોતાના માટે સમય કાઢી અને ભૂરા સમુદ્ર વચ્ચે પોતાની કેટલીક હોટ તસવીરો પણ તેને શેર કરી છે. પ્રિયંકાએ ફોટો-બ્લોગીંગ એપનો સહારો લીધો છે અને પોતાના “ડે ઓફ”ની કેટલીક તસવીરો શેર કરી છે. પ્રિયંકા આ તસવીરોમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે, અને ઇન્ટરનેટ ઉપર આ તસવીરો વાયરલ પણ થઇ રહી છે.
પ્રિયંકા ચોપડાએ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ ઉપર આ તસ્વીરોને શેર કરી છે. પહેલી તસ્વીરમાં પ્રિયંકા પીળા રંગની મોનોકીની પહેરેલી જોવા મળી રહી છે. તે પોતાના મિત્રો સાથે શિપ ઉપર નજર આવી રહી છે. તસ્વીરોમાં પ્રિયંકા ચોપડાની માતા મધુ ચોપડા પણ પોતાની દીકરી સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે.
તો એક અન્ય તસવીરમાં પ્રિયંકા લાલ રંગની બિકી પહેરીને જોવા મળી રહી છે, આ સાથે જ તેને સફેદ પહેર્યું છે. આ બધી જ તસ્વીરોમાં પ્રિયંકાની સુંદરતા ઉડીને આંખે વળગે છે. પ્રિયંકાની આ તસવીરો જોઈને તેનો પતિ નિક જોનાસ પણ પોતાની જાતને કોમેન્ટ કરતા ના રોકી શક્યો.
View this post on Instagram
પ્રિયંકાની આ તસવીરો ઉપર તેના પતિ નિક જોનાસે કોમેન્ટ કરી અને તેના વખાણ કર્યા છે. તો આ તસવીરો સાથે પ્રિયંકાએ કેપશનમાં લખ્યું છે. “એક પરફેક્ટ રજા માટેનો દિવસ”.આ તસ્વીરોમાં પ્રિયંકા તેની માતા અને મિત્રો સાથે એક યૉટ ઉપર જોવા મળી રહી છે.
View this post on Instagram
પ્રિયંકાની આ તસવીરો ઉપર તેના પતિ નિક જોનાસ ઉપરાંત હોલીવુડના પણ ઘણા બધા સેલેબ્રિટીઓ કોમેન્ટ કરી અને તેની સુંદરતાની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે, માત્ર થોડીવારમાં જ તેની આ તસવીરો ઉપર લાખો લાઈક આવી ચુકી છે.