વાહ આપણી દેશી ગર્લ બહુ હોશિયાર નીકળી…
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને વિદેશી પતિ નિક જોનસની ચર્ચાઓ બોલીવુડથી લઈને છેક હોલીવુડ સુધી ફેલાયેલી છે. પ્રિયંકા અને નીકને એક શ્રેષ્ઠ કપલ માનવામાં આવે છે, તે બંને ઘણીવાર રોમાન્ટિક અંદાજમાં પણ જોવા મળે છે અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.
પ્રિયંકા અને નીકની જોડીને ભલે આજે લોકો પરફેક્ટ માનતા હોય પરંતુ લગ્ન પહેલા તેમની કહાની કંઈક જુદી જ હતી, પ્રિયંકાએ પોતે જ જણાવ્યું હતું કે તેને એકવાર નીકળી જાસૂસી પણ કરાવી હતી.
એક ઇન્ટરવ્યૂની અંદર પ્રિયંકાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે એકવાર તેને નિક તેની માતા સાથે લંચ ઉપર ગયો હતો. તે એ સમય હતો જયારે પ્રિયંકાને નીકને ડેટ કરવાના થોડા જ મહિનાઓ વીત્યા હતા.
એ સમયે નિક પણ પ્રિયંકાના પરિવારને એટલી સારી રીતે નહોતો ઓળખતો, તે સમયે નીકનું તેની માતાને એકલા જ લંચ ઉપર લઇ જવું થોડું ખટકી રહ્યું હતું.
એ સમયે નિક ઉપર નજર રાખવા માટે પ્રિયંકાએ પોતાના સિક્યોરિટી ગાર્ડને પણ તેમની પાછળ લગાવી દીધો હતો અને તસવીરો પણ ક્લિક કરવાનું ફરમાન આપી દીધું હતું. પ્રિયંકા જાણવા માંગતી હતી કે તે બંને કરી શું રહ્યા છે ?
હવે પ્રિયંકા માને છે કે તે દરેક વસ્તુને પોતાના કંટ્રોલમાં રાખવા ઈચતી હતી. તેને બધું જ જાણવાની જલ્દી રહે છે. એવામાં કોઈપણ પ્રકારનું સિક્રેટ કે સરપ્રાઈઝ તેને હંમેશા અશાંત કરી દે છે. તેની આજ આદરે લગ્ન પહેલા તેને નિક ઉપર નજર રાખવા માટે મજબુર બનાવી દીધી હતી. હવે આ વાતને તેને નિક જોનસને પછી જણાવી હતી કે નહિ તે વાતનો ખુલાસો અભિનેત્રીએ કર્યો નથી.
હાલમાં જ પ્રિયંકાની કેટલીક અનસીન તસવીરો પણ સામે આવી છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરો તેના નવા પુસ્તકમાંથી સામે આવી છે જેમાં તે ગૃ પ્રવેશ કરતી જોવા મળી રહી છે. આ તસ્વીરોને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.
📸|| Some pics of Nick and Priyanka from her new book! pic.twitter.com/QzukPkW1MC
— Daily Nick Jonas (@DailyNickJonas) February 8, 2021