પ્રિયંકા ચોપરા તેના બર્થડેની મિયામીમાં બર્થડે વીકની શાનદાર ઉજવણી કરી હતી. ત્યારથી તે મિયામીમાં જ નજરે ચડે છે. થોડા દિવસ પહેલા પ્રિયંકાની સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી હતી.
ત્યારે હવે પ્રિયંકા મિયામીમાં શોપિંગ કરવા પહોંચી તો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.
બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને સોફી ટર્નર વચ્ચે દેરાણી-જેઠાણીના સંબંધ જ નથી, પરંતુ બન્ને એકબીજા બેસ્ટફ્રેન્ડ છે. પ્રિયંકા ચોપરા અને સોફી ટર્નર એકબીજા સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરતી રહે છે. બન્નેના ફોટો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.
ત્યારે હાલમાં જ પ્રિયંકા અને સોફી ટર્નર તેની ગર્લ ગૅંગ સાથે બ્યુટી સ્ટોરમાં પરફ્યુમ ખરીદતી નજરે ચડે છે. પ્રિયંકા એન સોફી ટર્નર તેની ગર્લ ગેંગ સાથે શોપિંગ કરવાની સાથે-સાથે એન્જોય કરતી નજરે ચડે છે.
View this post on Instagram
Ok we want a skincare and beauty review with the products you bought 😁 #priyankachopra #sophieturner
આ વાયરલ થયેલા ફોટોમાં પ્રિયંકાએ વ્હાઇટ અને બ્લુ ફ્લોરલ પ્રિન્ટેડ આઉટફિટ પહેર્યા છે. પ્રિયંકાએ વ્હાઇટ અને બ્લુ આઉટફિટ સાથે વ્હાઇટ હિલ્સ સેન્ડલ્સ અને વ્હાઇટ હેન્ડ બેગ કેરી કર્યું હતું. પ્રિયંકા તેના આ લુકમાં પહેલાની જેમ બહુજ ખુબસુરત લાગી રહી હતી. પ્રિયંકાના આ લુકને પણ લોકોએ બહુજ પસંદ કરે છે.
તો સોફી ટર્નર મિલિટ્રી ગ્રીન શોર્ટ્સ અને શર્ટ પહેરેલી નજરે આવી હતી. સોફિએ તેના આ લુક સાથે સિલ્વર સિન્કર્સ કેરી કર્યા હતા.
2 દિવસ પહેલા પ્રિયંકા અને સોફીની સ્વિમિંગ પુલની બહાર હોટ તસ્વીરો સામે આવી હતી. આ તસ્વીરોમાં પ્રિયંકા ચોપરા બ્રાઉન રંગની મોનોકીનીમાં જોવા મળી હતી. તો સોફી બિકીનીમાં નજરે આવી હતી. પ્રિયંકા અને સોફી સાથે તેનો પેટ ડોગ પણ હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.