પર્પલ કલરના ડ્રેસમાં પ્રિયકા ચોપરાએ પુલ કિનારે સિઝલિંગ વીડિયો કર્યો શેર, મમ્મી બન્યા પછી દેખાડ્યું બધાને હોટ ફિગર

વિદેશી સાથે લગ્ન કરનાર પ્રિયંકાએ મમ્મી બન્યા પછી દેખાડ્યું બધાને હોટ ફિગર, ફેન્સને ચક્કર આવવા લાગ્યા

પ્રિયંકા ચોપરા દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. તે ગ્લોબલ આઈકન બની ગઈ છે. પ્રિયંકા પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે. આમાં ઘણા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી સંબંધિત પ્રોજેક્ટ્સનો પણ શામેલ છે. પ્રિયંકાના પ્રમોશનની રીત પણ અલગ છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને તે ઝડપથી વાયરલ થઇ રહી છે.

ચાહકો તેની તસવીરો અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. ચાહકો પ્રિયંકાના નવા લુક અને સ્ટાઈલને પણ ખૂબ પસંદ કરે છે. આ વિડિયો તેના એક એન્ડોર્સમેન્ટ પ્રોજેક્ટનો ભાગ છે. પ્રિયંકાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે પર્પલ કલરના ડ્રેસમાં હંમેશની જેમ જ શાનદાર દેખાઈ રહી છે અને પૂલસાઈડની મજા લેતી જોવા મળી રહી છે. એવું લાગે છે કે તે કોઈ વેકેશનમાં ‘મી ટાઈમ’ માણી રહી છે. પરંતુ આ આખો વીડિયો એક ટ્રાવેલ કંપનીના એન્ડોર્સમેન્ટનો ભાગ છે.

વીડિયોની શરૂઆતમાં પ્રિયંકા ડિરેક્ટરની ખુરશી પર બેઠી છે અને એક વીડિયો જોઈ રહી છે જેમાં તે પોતે પર્પલ કલરના ડ્રેસમાં પૂલસાઇડ ગોગલ્સ પહેરીને ક્વોલિટી ટાઈમ માણી રહી છે. પ્રિયંકા તાજેતરમાં પેરિસથી પાછી આવી હતી જ્યાં તે બુલ્ગારીના નવા જ્વેલરી કલેક્શનના લોન્ચિંગ માટે હાજર હતી.

 

View this post on Instagram

 

A post shared by priyanka chopra (@priyanka_chopra_np)

આ દરમિયાન તેની સાથે હોલિવૂડ અભનેત્રી એમી હેથવે અને ‘બ્લેકપિંક’ સિંગર લિસા પણ હતી. પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેના હાથમાં ઘણા પ્રોજેક્ટ છે. તે ‘એન્ડિંગ થિંગ્સ’ અને ‘ઈટ્સ ઓલ બેક કમિંગ ટુ મી’માં જોવા મળશે. તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’થી બોલિવૂડમાં પણ કમબેક કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રથમ ઈવેન્ટ માટે તેણે બોલ્ડ આઉટફિટ પસંદ કર્યો હતો. ચમકીલો ઓરેન્જ પ્લન્જ નેક સિક્વિન ઇવનિંગ ગાઉનમાં પ્રિયંકા હોલીવુડની અભિનેત્રી એમી હેથવે અને ગાયિકા લિસા સાથે હેંગઆઉટ કરતી જોવા મળી હતી. બીજી ઈવેન્ટમાં તે બ્લેક ગાઉનમાં છવાઈ ગઈ હતી.

Dhruvi Pandya