‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા લુક્સમાં આપે છે વિદેશી અભિનેત્રીઓને ટક્કર, નવી તસવીરો જોઇ ચાહકો થયા મદહોશ

પ્રિયંકા ચોપરાએ આ જગ્યાએ બનાવ્યુ છે ટેટુ, જોતા જ હોંશ ઠેકાણે નહિ રહે- જુઓ એકવાર

બોલિવુડ અભિનેત્રીથી ગ્લોબલ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપરાએ 18 જુલાઇના રોજ તેનો જન્મદિવસ મનાવ્યો હતો. જન્મદિવસ શરૂ થયાના કેટલાક પળ પહેલા જ પ્રિયંકાએ તેની કેટલીક શાનદાર તસવીરો શેર કરી હતી. બોલ્ડ અદાઓથી પીસીએ ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધુ હતુ.

પ્રિયંકાએ મોનોકોનીમાં ગ્લેમરસ તસવીરો શેર કરી તહેલકો મચાવ્યો છે. તેણે તેના જન્મદિવસના ખાસ ઓકેઝનના એક દિવસ પહેલા  સનબાથ લેતા મોનોકોનીમાં તસવીરો શેર કરી હતી. પ્રિયંકા 39 વર્ષની થઇ ગઇ છે.

પ્રિયંકાએ બ્લુ ડાર્ક મોનોકોનીમાંં જબરદસ્ત પોઝ આપતી તસવીરો શેર કરી છે. તેણે તેની ટોન્ડ ફિગર સાથે હાથ પરનું ટેટુ પણ ફ્લોન્ટ કર્યુ છે. પ્રિયંકાએ નેવી બ્લુ કલરની મોનોકોની પસંદ કરી હતી, જેમાં તેની ડીપ વી નેકલાઇન તેને ઘણો હોટ લુક આપી રહી હતી.

તેણે ગળામાં હુપ ચેન નેકલેસ કેરી કરી હતી, જે તેના લુકમાં સ્ટાઇલ કોશંટ એડ કરવાનું કામ કરી રહી હતી. હસીનાના ટોન્ડ લેગ્સ પણ આ આઉટફિટમાં ખૂબસુરત રીતે ફ્લોન્ટ થઇ રહ્યા હતા.

પ્રિયંકા પુલ સાઇડ પર તેની બોલ્ડ અદાઓ બતાવતી જોવા મળી હતી. તે કોઇ તસવીરમાં પુલની અંદર તો કોઇમાં બહાર પોઝ આપતી જોવા મળી રહી હતી. પ્રિયંકા પાણીમાં સનબાથ લેતા પણ નજરે પડી હતી.

તસવીરોમાં તેનો પેટ ડોગ પણ જોવા મળી રહ્યો હતો. પ્રિયંકાએ આ ગ્લેમરસ લુક સાથે ગોગલ્સ અને ફેંસી નેક પીસ સાથે એસેસરાઇઝ કરી હતી. પ્રિયંકાની બધી તસવીરમાં તેનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો હતો.

પ્રિયંકાની પુલ પાર્ટી દરમિયાન તેના પતિ નિક જોનસ પણ તેની સાથે હતા. બંનેએ પુલમાં બેક સાઇડથી તસવીર ક્લિક કરાવી હતી. બંને એકબીજા સાથે ઘણુ એન્જોય કરતા જોવા મળ્યા હતા.

Shah Jina