બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને તેનો પતિ નિક હંમેશા લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે. પ્રિયંકા પતિ નિક સાથે પોતાના રોમાન્સની તસવીરો પણ શેર કરતી રહે છે, પ્રિયંકા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે, હાલમાં જ 2021ની ઉજવણી નિમિત્તે પ્રિયંકાએ પતિ નિક સાથેની એક સેલ્ફી શેર કરી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ચાહકોને પોતાની એક સેલ્ફી શેર કરવાની સાથે શુભકામનાઓ પણ આપી છે, તસ્વીર શેર કરવાની સાથે જ પ્રિયંકાએ શાનદાર કેપશન પણ આપ્યું છે.
View this post on Instagram
પ્રિયંકાએ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે, “હવે ચાલો બધાને હેપ્પી ન્યુ યર, 2021માં બધું જ સારું થાય, તેના માટે હવે વધારે રાહ નથી જોઈ શકતી !” પ્રિયંકાએ જે તસ્વીર શેર કરી છે તેમાં તેને ચશ્મા પહેર્યા છે જેના ઉપર 2021 લખેલું છે. તેની સાથે નિક પણ બેઠેલો જોવા મળે છે.
View this post on Instagram
તો નિક દ્વારા પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરવામાં આવી છે, જેમાં 2021 લખેલા ચશ્મા નિકે પહેર્યા છે. તેની પાછળ પ્રિયંકા બેઠેલી જોવા મળી રહી છે. નિકે પોસ્ટમાં કેપશન પણ લખ્યું છે જેમાં તેને લંડનથી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.