100થી પણ વધુ દિવસ હોસ્પિટલના NICUમાં રહ્યા બાદ પ્રિયંકા અને નિકની રાજકુમારી આવી ઘરે, ગળે લગાવતી તસ્વીર શેર કરીને પ્રિયંકાએ લખી ભાવુક પોસ્ટ

દુનિયાભરમાં કાલે મધર્સ ડે પર સંતાનોનો માતા પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ આવ્યો, સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ પોતાની મમ્મી સાથેની તસવીરો શેર કરી અને મધર્સ ડેની શુભકામનાઓ પણ પાઠવી હતી, ત્યારે આ દરમિયાન સેલેબ્સ પણ મધર્સ ડેની ઉજવણી કરતા હોવા મળ્યા હતા.

મધર્સ ડે દરેક વ્યક્તિ માટે ખાસ હતો, પરંતુ બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા માટે મધર્સ ડેનો દિવસ ખુબ જ યાદગાર બની ગયો. પ્રિયંકા અને નિકે તેમની દીકરીને પહેલીવાર ગળે લગાવી. રવિવારે જ્યારે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા તેમની દીકરીનું ઘરે સ્વાગત કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે રવિવારે મોડી રાત્રે પ્રિયંકા અને નિક જોનાસે પહેલીવાર સોશિયલ મીડિયા પર તેમની દીકરી સાથેની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં નિક અને પ્રિયંકા સાથે બેઠા છે. તેમની દીકરી પ્રિયંકાના ખોળામાં જોવા મળે છે, જેને તે ગળે લગાવી રહી છે. સોશિયલ મીડિયામાં આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે.

માલતી મેરી ચોપડા જોનાસની પ્રથમ ઝલક શેર કરતા પ્રિયંકાએ લખ્યું, “આ મધર્સ ડે પર અમે છેલ્લા કેટલાક મહિનામાં રોલરકોસ્ટર જેવા ઉતાર-ચઢાવમાંથી પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા. આપણે જાણીએ છીએ કે માત્ર આપણે જ નહિ, બીજા ઘણા લોકોએ પણ એવો અનુભવ કર્યો હશે. NICUમાં 100થી વધુ દિવસો ગાળ્યા પછી, અમારી નાની પરી આખરે ઘરે છે.”

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાએ આગળ લખ્યું કે “દરેક પરિવારની સફર અલગ-અલગ હોય છે અને તેમાં વિશ્વાસ જરૂરી છે. છેલ્લા કેટલાક મહિનાઓ અમારા માટે પડકારજનક રહ્યા છે. પાછળ જોતાં, દરેક ક્ષણ કેટલી કિંમતી અને સંપૂર્ણ છે તે સ્પષ્ટ થાય છે. અમે ખૂબ ખુશ છીએ કે અમારી નાની બાળકી આખરે ઘરે છે. અમે લોસ એન્જલસમાં રેડી ચિલ્ડ્રન્સ લા જોલા અને સીડર્સ સિનાઈ હોસ્પિટલના દરેક ડૉક્ટર, નર્સ અને નિષ્ણાતનો દરેક પગલામાં નિઃસ્વાર્થ સમર્થન માટે આભાર માનવા માંગીએ છીએ. અમારા જીવનનો આગામી અધ્યાય શરૂ થવાનો છે. મમ્મી-પપ્પા તમને પ્રેમ કરે છે.”

Niraj Patel