પ્રિયંકા ચોપરા જોનાસ ફિલ્મ ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’થી લાંબા સમય બાદ બોલીવુડમાં પરત ફરી રહી છે. આ ફિલ્મમાં તે ફરહાન અખ્તર અને જાયરા વસીમ સાથે નજરે આવશે. પ્રિયંકા ચોપરા આજકાલ તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રિયંકાએ તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન તેને લઈને ઘણા ખુલાસા કર્યા હતા.
એક વેબસાઈટ અનુસાર, ભારતમાં પ્રમોશન ઇવેન્ટ પૂર્ણ થયા બાદ યુએસમાં પણ તેની ફીલને પ્રમોટ કરી રહી છે. ત્યારે આ વખતે પ્રિયંકા ચોપરાએ તેની માતા બનવાને લઈને મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. પ્રમોશન દરમિયાન જયારે તેને માતા બનવાને લઈને ઘણા સવાલ કરવામાં આવ્યા હતા.
ત્યારે આ સવાલના જવાબ પ્રિયંકાએ ઉત્સાહપૂર્વક આપ્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે, હું માતા બનવા માટે રાહ નથી જોઈ શકતી. હું તેના માટે તલપાપડ છું. મારો મતલબ છે કે, ભગવાનની દુઆથી બધાની જિંદગીમાં આ ખુબસુરત પળ આવે છે. નિક અને હું પણ આ પલને જરૂર માણવા ઇચ્છીએ છીએ.પ્રિયંકા ચોપરાના આ નિવેદનની ઠેર-થઈ ચર્ચા કરવામાં આવે છે.
તો એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ લેડી બોન્ડ બનવાની પણ ઈચ્છા જાહેર કરી હતી. તેનેઅ સવાલ કરવામાં આવ્યો હતો કે, જો જેમ્સ બોન્ડમાં મેલની જગ્યાએ ફિમેલ બોન રાખવામાં આવે તો તેના માટે કોણ ફિટ રહેશે. આ પર પ્રિયંકાએ ખુદે જવાબ આપતા કહ્યું હતું કે, હું ખુદને જ સિલેક્ટ કરું.
જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાએ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જોધપુરના ઉમ્મેદ ભવનમાં અમેરિકન ગાયક નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા.
પ્રિયંકા 3 વર્ષ બાદ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ થી બોલીવુડમાં રી એન્ટ્રી કરી રહી છે. પ્રિયંકા ચોપરા છેલ્લે 2016માં ‘ જય ગંગાજળ’માં જોવા મળી હતી. પ્રિયંકાની આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.