મનોરંજન

પ્રિયંકાએ ભૂતકાળના સિક્રેટ ખોલ્યા, ડાયરેક્ટરોનો ભાંડો ફોડતા કહ્યું કે આવું વર્તન કરતાં- જાણો વિગત

બોલીવુડની દમદાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે એક સફળ અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મોની સાથે સાથે આજે પ્રિયંકા પોતાના પતિ નિકની સાથે સમય વિતાવી રહી છે. બંન્ને મોટાભાગે પોતાની રોમેંટિક તસવીરો કે અન્ય કારણોને લીધે ચર્ચામાં આવી જ જાય છે.

પ્રિયંકા આજે બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાનું નામ બનાવી રહી છે. જો કે પ્રિયંકા માટે આ મુકામ સુધી પહોંચવું ખુબ કઠિન રહ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ પોતાના જીવન સાથે જોડાયેલા કિસ્સાઓ જણાવતા કહ્યું હતું કે બોલીવુડમા શરૂઆતના દિવસોમાં તેને અનેક સમસ્યાઓને સહન કરવી પડી હતી.

 

View this post on Instagram

 

Amazing to watch @serenawilliams at her 100th US Open win! Legend! Also always a fun time with this girl @madhumalati!

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તે ઇન્ડસ્ટ્રીમાં કોઈને પણ ઓળખતી ન હતી. શરૂઆતમાં ડાયરેક્ટર તેના પર ખુબ ગુસ્સે થતા હતા અને ફિલ્મોથી બહાર કાઢી નાખતા હતા. તે સમયે તેના સ્વર્ગીય પિતા ડૉ.અશોક ચોપરાના પ્રેરણાદાયી શબ્દ જ તેના માટે મદદરૂપ હતા.

પ્રિયંકાએ પોતાના જીવન પર આધારિત સ્ટોરી ‘પ્રિયંકા ચોપરા-એ ડાર્ક હૉર્સ’ 2018 માં પ્રકાશિત કરી હતી જેમાં તેણે પોતાના દર્દને વર્ણવ્યું છે. પ્રિયંકાએ લખ્યું હતું કે તેણે પોતાને વધુ સુંદર દેખાવા માટે પોતાના નાકની સર્જરી કરાવી હતી, પણ તે ખરાબ થઇ ગઈ હતી અને તેના પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા પ્રોજેક્ટને લઈને તેને સમસ્યાઓ સહન કરવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ફિલ્મ નિર્દેશક અનિલ શર્માએ જ્યારે તેનો ચહેરો જોયો તો તે ખુબ જ ગુસ્સે થઇ ગયા હતા અને ગુસ્સામાં પૂછ્યું કે,”આ બધું કરવાની શું જરૂર હતી?” જેના પછી માં મધુ ચોપરાએ આ સર્જરીનું સાચું કારણ તેમને જણાવ્યું હતું, અને પછી પ્રિયંકાએ અનિલ શર્મા સાથે ફિલ્મ હીરો:લવ સ્ટોરી ઓફ સ્પૉયમાં કામ કર્યું હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો હાલના સમયમાં પ્રિયંકા પોતાની આવનારી ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિન્ક’ માં વ્યસ્ત છે, જેનું નિર્દેશન સોનાલી બોસ કરી રહ્યા છે. ફિલ્મમાં પ્રિયંકાના સિવાય ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે। ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks