મનોરંજન

માત્ર 45 મિનિટના વ્યાયામથી પોતાને રાખે છે એકદમ ફિટ પ્રિયંકા ચોપરા,જાણો તેનું વર્કઆઉટ રૂટિન….

અમેરિકી સિંગર નિક જૉનસની સાથે લગ્ન કરીને દેશી ગર્લ પ્રિયંકા ચોપરા વિદેશી વહુ બની ગઈ છે.પતિ નિક સાથે સમય વિતાવાની સાથે સાથે પ્રિયંકા ચોપરા પોતાની ફિટનેસનું પણ એટલું જ ધ્યાન રાખે છે.18 જુલાઈ 1982 ના રોજ જન્મેલી પ્રિયંકા ચોપરાની સુંદરતાના જલવા માત્ર બોલીવુડમાં જ નહીં પણ હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી રહ્યા છે. બોલીવુડની સાથે-સાથે પ્રિયંકા હોલીવુડ ફિલ્મોમાં પણ પોતાનો દમદાર અભિનય દેખાડી રહી છે.

 

View this post on Instagram

 

🖤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા સારી રીતે જાણે છે કે પોતાને હેલ્દી અને ફિટ કેવી રીતે રાખવું.માટે તે રોજ હેલ્દી અને સ્વસ્થ ખોરાક લેવાનું પસંદ કરે છે, મોટા ભાગે તે તૈલી પદાર્થો ખાવાનું ટાળે છે.તેના ડાઈટમાં શાકભાજીઓ અને ફળો વધારે શામિલ હોય છે.પ્રિયંકા પોતાનું મેટાબોલિઝમ્સ વધારવા માટે દરેક 2 થી 3 કલાકની અંદર કંઈકને કંઈક ખાતી રહે છે. પ્રિયંકા પોતાને હાઈડ્રેટ રાખવા માટે રોજના ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવે છે,પાણીના સિવાય તે નારિયેળ પાણી પીવાનું પણ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

Met 2017

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

17 વર્ષની ઉંમરમાં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરનારી પ્રિયંકા ચોપરાએ પોતાની પહેલી ફિલ્મ થી અત્યાર સુધીમાં લાંબી સફર કરી છે.દરેક ફિલ્મની સાથે તેનું ફિટનેસ લેવલ બેસ્ટ બનતું જઈ રહ્યું છે. પ્રિયંકાનું માનવું છે કે તેનું મેટાબોલિઝમ્સ ખુબ જ સારું છે,પણ નિયમિત વર્કઆઉટ તેના કેરિયેરમાં ચુનૌતીપૂર્ણ ભૂમિકાઓ પર ફોક્સ કરવામાં અને ફિટ રહેવામાં ખુબ મદદ કરે છે.

Image Source

પ્રિયંકાનો ડાઈટ પ્લાન:
પ્રિયંકાના દિવસની શરૂઆત ઈંડાના સફેદ ભાગ,ઓટમીલ અને એક ગ્લાસ સ્કીંડ દૂધની સાથે થાય છે.બપોરના ભોજનમાં પ્રિયંકા રોટલી, ભાત,સલાડ, અને અમુક ફ્રૂટ્સ લે છે. આ સિવાય તે ઘણી વાર અમુક હેલ્દી પ્રોટીન માટે ચિકન,ફિશ પણ પોતાના ભોજનમાં શામિલ કરે છે.સાંજના નાસ્તમાં તે સ્પ્રાઉટ્સ, સલાડ અને તુર્કી સેન્ડવીચ લેવાનું પસંદ કરે છે અને રાતના ભોજનમાં પ્રિયંકા કોશિશ કરે છે કે બને તેટલું હલકું ભોજન જ લે.માટે પ્રિયંકા રાતના ભોજનમાં સૂપ,ગ્રિલ્ડ ચિકન કે ફિશની સાથે અમુક બાફેલા શાકભાજીઓ ખાવાનું પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

જો તમે પણ એવું વિચારતા હોવ કે પ્રિયંકા પણ બાકીની અભિનેત્રીઓની જેમ જીમમાં પરસેવો પાડે છે તો તે એકદમ ખોટી વાત છે.પ્રિયંકા કલાકો સુધી જીમમાં સમય વીતાવવામાં બિલકુલ પણ નથી માનતી. પ્રિયંકાનું માનવું છે કે વજન ઓછું કરવાને બદલે ફિટ રહેવું વધારે જરૂરી છે.પ્રિયંકાનું કહેવું છે કે તેનું વર્કઆઉટ રોજનું 45 મિનિટ થી એક કલાકનું જ હોય છે, જેમાં સ્ટ્રેચિંગ અને ઘણા એવા યોગાસન હોય છે.

 

View this post on Instagram

 

🖤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

યોગાની સાથે-સાથે પ્રિયંકા કાર્ડિયો પણ કરે છે. તેના માટે યોગ આરામ અને તાજગી આપનારા હોય છે. પ્રિયંકા લાંબા સમય સુધી ડાઈટ કે હાર્ડ વ્યાયામ કરવામાં બિલકુલ પણ નથી માનતી.તે પોતાના ફિટનેસના હિસાબે માત્ર 45 મિનિટ જ વ્યાયામ કરે છે અને તંદુરસ્ત અને ફિટ રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks