વાહ…પ્રિયંકા ચોપરાએ ભારતીય પદ્ધતિથી કર્યા પૂજા-પાઠ, ફેન્સના દિલ જીતી લીધા જુઓ તસવીરો
પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી ન્યુયોર્કમાં તેના રેસ્ટોરન્ટને લઇને ચર્ચામાં છે. હવે તેનું આ રેસ્ટોરન્ટ ભારતીય જમવાનું પરોસવા માટે તૈયાર છે. રેસ્ટોરન્ટ ખોલ્યા પહેલા પ્રિયંકાએ પૂરા રીતિ-રિવાજ સાથે પૂજા કરાવી હતી.

પ્રિયંકા ચોપરા જોનસના રેસ્ટોરન્ટમાં ગણપતિ પૂજા કરવામાં આવી હતી. પ્રિયંકાએ થોડા સમય પહેલા જ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને નવી રેસ્ટોરન્ટ ખોલવાની જાહેરાત કરી હતી.

ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ વિદેશમાં રહેતા તેના ભારતીય ફેન્સ માટે ન્યૂયોર્કમાં એક આલીશાન રેસ્ટોરન્ટ ખોલ્યું છે.પ્રિયંકા ચોપરાએ આ તસવીરો શેર કરતાં લખ્યું કે, સોનાને તમારી સામે રજૂ કરવામાં મને આનંદ થઈ રહ્યો છે.
View this post on Instagram
ન્યૂયોર્ક સિટીની એક નવી રેસ્ટોરન્ટ જ્યાં મેં ભારતીય ભોજન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. સોના એ ભારતીય સ્વાદનું પ્રતીક છે જેની સાથે હું મોટી થઈ છું. રસોડું શેફ હરિ નાયક ચલાવશે, જે અત્યંત પ્રતિભાશાળી છે. તેમણે ખૂબ જ સ્વાદિષ્ટ અને નવીન મેનુ તૈયાર કર્યું છે. જે તમને મારા દેશની ફૂડ ટ્રિપ પર લઈ જશે.
View this post on Instagram
પ્રિયંકાએ જણાવ્યું કે સોના આ મહિને ખુલી રહી છે અને હું તમને બધાંને ત્યાં જોવા માટે આતુર છું. મારા મિત્રો મનીષ ગોયલ અને ડેવિડ રૂબીન વિના આ પ્રયાસ શક્ય ન હોત. તેણે કહ્યું કે આ પોસ્ટની બીજી અને ત્રીજી તસવીર સપ્ટેમ્બર 2019માં લેવામાં આવી હતી, જ્યારે અમે આ સ્થાન માટે એક નાનકડી પૂજા રાખી હતી.
View this post on Instagram
વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવ હતા. પ્રિયંકા પાસે હાલ હોલિવુડની બે મોટી ફિલ્મો છે. ‘ટેક્સ્ટ ફોર યુ’માં પ્રિયંકા ચોપરા સેમ હ્યુએન અને સેલિન ડાયોન સાથે જોવા મળશે. જ્યારે કીયાનૂ રિવ્સ, નીલ પેટ્રિક હેરિસ અને કેરિ-એન મોસ સાથે ‘મેટ્રિક્સ 4’માં પણ પ્રિયંકા ચોપરા જોવા મળશે.