મનોરંજન

ભાવુક થઈને પ્રિયંકાએ જણાવી પોતાના સ્વર્ગીય પિતાની ઈચ્છા, કહ્યું; “જો એ આજે હયાત હોત તો મારા લગ્ન…”

દરેક છોકરી માટે તેના પિતા સુપર હીરો હોય છે. તે ગમે તેટલી મોટી કેમ ના થઇ જાય પરંતુ તેના પિતા માટેનો પ્રેમ એવો જ રહેતો હોય છે. અને પપ્પા માટે પણ તેમની દીકરી હંમેશા લાડકી જ રહેતી હોય છે. દીકરીને દુલ્હન બનવાનું સપનું દરેક પિતા જોતા હોય છે, આવું જ એક સપનું બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પિતા અશોક ચોપડાએ પણ જોયું હતું.

Image Source

આશોક ચોપડાને તેમની દીકરી પ્રિયંકાના લગ્નની ખુબ જ ઈચ્છા હતી, પરંતુ કેન્સરના કારણે 6 વર્ષ પહેલા જ તેમનું કેન્સરના કારણે નિધન થઇ ગયું અને તે પોતાની દીકરીના લગ્ન જોઈ શક્યા નહીં. આ વાતનું દુઃખ પ્રિયંકાને આજે પણ છે. પ્રિયંકા પણ પોતાના પિતાને ખુબ જ પ્રેમ કરતી હતી,  અને તે પોતાના પિતાની એકદમ નજીક હતી. પિતાના અચાનક જવાના કારણે પ્રિયંકાને ઘણું જ દુઃખ પહોંચ્યું હતું.

Image Source

પિતાના નિધન પછી પ્રિયંકાએ પોતાના હાથ ઉપર ટેટુ કરાવ્યું હતું અને તેમાં Daddy’s lil girl પણ લખાવ્યું હતું, એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ પોતાના પિતા પ્રત્યેની કેટલીક વાત જણાવી હતી.

Image Source

પ્રિયંકાએ જણાવ્યું હતું કે: “જયારે હું લગ્ન કરી રહી હતી ત્યારે મેં પપ્પાને બહુ મિસ કર્યા, મને તેમનું હાજર ના હોવું ખુબ જ દુઃખ પહોંચાડી ગયું, હું વિચારી રહી હતી કે લગ્નમાં માએ જ બધું એકલા કરવું પડશે જયારે પપ્પાનું સપનું હતું કે તે મારા લગ્નમાં ઘણા પ્રકારની વસ્તુઓ કરવા માંગતા હતા. એ મારા લગ્ન વિષે પહેલા કહેતા હતા કે: હું શૂટ ક્યારે શિવડાવીશ, હું શૂટ ક્યારે શિવડાવીશ, અસ વાત મારા દિમાગમાં સતત ચાલી રહી હતી, જેને મને ભાવુક હિંમત પણ આપી.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.