ફિલ્મી દુનિયા

પ્રિયંકા ચોપરા અધધ કિંમતનો આવો ડ્રેસ પહેરી કુતરા સાથે પહોંચી ઇવેન્ટમાં, ન દેખાવાનું દેખાઈ ગયું- જુઓ 10 તસ્વીરો

પ્રિયંકા ચોપરા આજકાલ ન્યુયોર્કમાં કોઈ ઇવેન્ટને લઈને પહોંચી છે. ખાસ વાત તો એ છે કે, આ દરમિયાન તે તેના પાલતુ ડોગી સાથે જોવા મળી હતી. જેનું નામ છે ડાયના.ડાયનાના ઇન્સ્ટાગ્રામમાં લાખ ફોલોઅર છે.

જે રીતે પ્રિયંકા ચોપરા તેની ફેશનને લઈને ચર્ચામાં રહે છે. પ્રિયંકાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. તેવી જ રીતે પ્રિયંકા ચોપરાનું પાલતુ કૂતરું ડાયના પણ તેટલું જ ચર્ચિત છે.

Image Source

પ્રિયંકા ચોપરા જયારે પણ ન્યુયોર્ક જાય છે. ત્યારે ડાયના તેને કંપની આપે છે. ડાયના એક ફિમેલ ડોગ છે. જેને પ્રિયંકા ચોપરાએ 2017માં દત્તક લીધું હતું. ન્યુયોર્કમાં પ્રિયંકા ઘણી વાર તેની સાથે ફરતી દેખાય છે.

પ્રિયંકા પ્રિયંકા તેના ઇન્સ્ટાગ્રામ પર તેની અને ડાયનાની તસ્વીર શેર કરતી રહે છે.પ્રિયંકાના ફેન્સ ડાયનાને પણ ઘણા પસંદ કરે છે. ડાયના એટલી ફેમસ છે કે, તેનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. જેમાં પ્રિયંકા અને ડાયનાની તસ્વીર શેર કરે છે.

Image Source

પ્રિયંકા ઘણીવાર અને ડાયના સાથે સ્પોટ થાય છે. હાલમાં જ પ્રિયંકા વ્હાઇટ મીડી ડ્રેસમાં સ્પોટ થઇ હતી. જેમાં તે બહુજ સુંદર લાગી રહી હતી. પ્રિયંકા ચોપરાની તસ્વીરને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, પ્રિયંકાને ડાયનાનું સાચવવું બહુજ મુશ્કેલ ભર્યું હતું.

પરંતુ આ દરમિયાન પ્રિયંકા જે ડ્રેસ પહેર્યો હતો તેની કિંમત જાણીને અચરજ પામી જશો. પ્રિયંકા ચોપરાના આ ડ્રેસની કિંમત 1,06,068 બતાવવામાં આવી રહી છે. તેના ટોપની કિંમત 56,574 રૂપિયા હતી. જયારે તેના સ્કર્ટની કિંમત 49,494 હતી. આ સિવાય પ્રિયંકાએ જિમી ચુના પિન્ક કલરના સેન્ડલ પહેર્યા હતા.

Image Source

જણાવી દઈએ કે, પ્રિયંકા ની આગામી ફિલ્મ’ધ સ્કાય ઇઝ પિન્ક’નું નિર્દેશન સોનાલી બોસે કર્યું છે. આ ફિલ્મમાં ઝાયરા વસીમ, ફરહાન અખ્તર, પ્રિયંકા ચોપરા જેવા સિતારાઓ નજરે આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.