મનોરંજન

પ્રિયંકા ચોપડાએ નિક જોનસની પોલ ખોલી નાખી, આ જાણીને તમે ચોંકી ઉઠશો…

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ તેના લગ્ન પછીની પહેલી ફિલ્મ છે. ફિલ્મના પ્રમોશન વખતે ઇન્ટરવ્યુ પ્રિયંકાએ પોતાના જીવનને લગતી કેટલીક વાતો કરી સાથે જ પતિ નિક જોનસનું ટોપ સીક્રેટ વિષે પણ વાત કરી હતી.

 

View this post on Instagram

 

Mood… #OOTD 5 #TheSkyIsPink in cinemas Oct 11.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ” તેનો પતિ નિક દિલથી પૂરો પંજાબી છે અને પહેલીવાર નિક જયારે ભારત આવ્યો ત્યારેથી તેને આ દેશ ખુબ જ પસંદ આવી ગયો હતો.” તેને વધુમાં જણાવ્યું હતું કે, “નિક સ્ટેજ પર જતા પહેલા પંજાબી અને બોલિવૂડ ગીતો સાંભળે છે. તે આ ગીતોને પોતાનું હાઇપ મ્યુઝિક કહે છે. આટલું જ નહીં પણ તેમને ડ્રેસિંગ રૂમમાં પણ દરેક સમયે બોલિવૂડ મ્યુઝિક જ વાગતું રહે છે. તે ભારતને ત્યારથી જ પ્રેમ કરે છે જયારે તે પહેલીવાર ભારત આવ્યો હતો.

 

View this post on Instagram

 

So proud. When you own your own tequila at 27! @villaone ❤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાની આ વાત નિક અને પ્રિયંકાના એક વીડિયોથી સાબિત થાય છે કે તેને બોલિવૂડ અને પંજાબી ગીતો ખુબ જ ગમે છે. નિક અને પ્રિયંકાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે “દેશી ગર્લ” અને “ચિકની ચમેલી” પર ડાન્સ કરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

It’s in the air.. ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા ટૂંક જ સમયમાં બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તર સાથે ફિલ્મ “ધ સ્કાય ઇઝ પિંક” માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સોનાલી બોસે કર્યું છે. આ ફિલ્મમાં પ્રિયંકા અને ફરહાન અખ્તરની સાથે ઝાયરા વસીમ પણ જોવા મળશે. થોડા સમય પહેલા જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું. લોકોને ટ્રેલર ખુબ જ પસંદ આવ્યું છે. લોકો પ્રિયંકાના લગ્ન પછી તેની પહેલી ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરના રિલીઝ થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.