મનોરંજન

પ્રિયંકા ચોપરાએ તેના લગ્નને લઈને કર્યો ખુલાસો, ફિલ્મના સેટ પર બનાવવામાં આવ્યો હતો ‘મેરેજ રૂમ’ અને બેય માણા અંદર…

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજકાલ તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’નું પ્રમોશન કરી રહી છે.સોનાલી બોસ નિર્દેશિત આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

More at the NBA India games #priyankachopra

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તરે અને ઝાયરા વસીમ લીડ રોલમાં જોવા મળશે. ‘ધ સ્કાય ઈઝ પિંક’ના પ્રમોશન દરમિયાન પ્રિયંકા ચોપરાએ તેના લગ્ન અને આ ફિલ્મને લઈને મોટો ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

And from today #theskyispink promo in Mumbai #priyankachopra

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

હાલ માં જ પ્રિયંકાને પૂછવામાં આવ્યું હતું કે, ‘ધ સ્કાય ઈઝ પિંક’ અને તેના લગ્નની તૈયારી એક સાથે થઇ થઇ હતી. ત્યારે લગ્નની તૈયારી અને ફિલ્મના શૂટિંગને લઈને મોટો ખુલાસો કર્યો હતો. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, ‘ધ સ્કાય ઈઝ પિંક’ ના સેટ પર એક અલગથી રૂમ બનાવવામાં આવ્યો હતો. જેનું નામ મેરેજ રૂમ રાખવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

More 💘 Priyanka and @shilpa.vats yesterday. #priyankachopra #theskyispink

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, ‘આ ફિલ્મ સાથે ઘણી યાદો છુપાયેલી છે. પરંતુ ખાસ વાતો એ છે કે, મારી ટીમે મારો ખુબ સાથ આપ્યો હતો. નિક લગ્નના 20 દિવસ પહેલા જ આવી ગયો હતો. નિક અને મમ્મીએ લગ્નની બધી જ જવાબદારી તેના શિરે લઇ લીધી હતી. મારી પાસે વસ્તુ પસંદ અને ના પસંદ માટે જ આવતા હતા. ફિલ્મના નિર્માતાઓએ મારા માટે એક સેટ પર એક અલગ જ રૂમ બનાવી આપ્યો હતો. જ્યાં મને મળવાવાળા ત્યાં આવીને બેસતા હતા. હું શોટ્સની વચ્ચે જઈને તે વસ્તુને એપ્રુવ કરતી હતી. પુરી ટિમ મારી સાથે હતી, તેના કારણે જ મારી આ ફિલ્મ બહુ જ ખાસ રહી હતી.

 

View this post on Instagram

 

This team 💖 #priyankachopra #rohitsaraf #theskyispink

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

આ સિવાય પ્રિયંકાએ ‘ધ સ્કાય ઈઝ પિંક’ ના પ્રમોશન દરમિયાન તેનાઅને નિકને લઈને પણ ખુલાસા કર્યા હતા. કપિલ પ્રિયંકાને સવાલ પૂછે છે કે, નિક તેની તારી મમ્મી એટલે કે તેની સાસુને ભારતીય જમાઈની જેમ પગે લાગે છે કે પછી કિસ કરે છે? આ સવાલ સાંભળીને પહેલા તો પ્રિયંકા હસે છે. પરંતુ બાદમાં તે કહે છે કે બન્ને વચ્ચે, બિચારો ગળે મળે છે મમ્મીને.

 

View this post on Instagram

 

She loved the fact that he always made her laugh. ❤️ #throwback #nickjonas #priyankachopra #nickyanka #mrandmrsjonas

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા ‘ધ સ્કાય ઈઝ પિંક’થી બોલીવુડમાં રી-એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મનું ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર પણ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મનું પ્રીમિયર જોયા બાદ ત્યાં હાજર લોકોએ આ ફિલ્મની તારીફ કરી હતી.સોનાલી બોસ નિર્દેશિત આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.