ખબર

ભારતમાં કોવિડ દર્દીની ભયાનક સ્થિતિ જોઇ પરેશાન થઇ પ્રિયંકા ચોપડા, કહ્યું કે

વિદેશમાં વિદેશી પતિ જોડે ઠરીઠામ થયેલી દેશી ગર્લને ભારત પર દયા આવી, જુઓ શું કહ્યું

ભારતમાં આ સમયે કોરોનાને કારણે સ્થિતિ ખૂબ ખરાબ છે. કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. ઘણા લોકો આ કોરોનાના કાળમાં મદકદ માટે આગળ આવી રહ્યા છે. આ હાલાત જોઇ બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ દેશમાં કોરોનાની સ્થિતિને લઇને ટ્વીટ કર્યુ છે.

પ્રિયંકા ચોપરાએ ટ્વિટર પર ટ્વિટ કરતાં તેનું દુખ જાહેર કર્યું છે તેણે તેની ટ્વિટમાં USનાં રાષ્ટ્રપતિને ટેગ કર્યા છે અને તેમને COVID-19 વેક્સીન ભારતને આપવા અને મદદ કરવાં આગ્રહ કર્યો છે. ભારતમાં ઘાતક કોરોના વાયરસથી નાગરિકોની સુરક્ષા માટે સરકારે COVID વેક્સીન લોન્ચ કરી છે. અને 45 વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકોને સ્વયં ટીકાકરણ માટે કહ્યું છે પણ બીજી લહેરની સાથે કેટલાંક રાજ્યોમાં વેક્સીનની કમી વર્તાઇ રહી છે.

પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કરતાં લખ્યું કે, ‘મારુ દિલ તુટી ગયું. ભારતમાં COVID 19થી પીડિત છે. અને અમેરિકાએ જરૂરથી વધુ 550M વેકિસીનનો ઓર્ડર આપ્યો છે. Astrazenecaને દુનિયા ભરમાં વહેચાવા માટ આપનો આભાર. પણ મારા દેશની સ્થિતિ ગંભીર છે. શું આપ વેક્સીન ભારતને તત્કાળ આપી શકો? સાથે જ તેણે આ ટ્વિટમાં USનાં રાષ્ટ્રપતિને પણ ટેગ કર્યા છે.’